T20 World Cup/ રાહુલ દ્રવિડનાં ટીમ ઈન્ડિયાનાં મુખ્ય કોચ તરીકે નિયુક્તિ પર ગાંગુલી અને જય શાહે આપી આવી પ્રતિક્રિયા

બુધવારે રમાયેલી ભારત અને અફગાનિસ્તાન મેચ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે એક અન્ય સમાચાર આવ્યા હતા. ટીમ ઈન્ડિયાનાં મુખ્ય કોચનું એલાન કરવામાં આવ્યુ હતુ.

Sports
દ્રવિડ મુખ્ય કોચ

બુધવારે રમાયેલી ભારત અને અફગાનિસ્તાન મેચ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે એક અન્ય સમાચાર આવ્યા હતા. ટીમ ઈન્ડિયાનાં મુખ્ય કોચનું એલાન કરવામાં આવ્યુ હતુ. ન્યૂઝીલેન્ડ ટૂરથી ટીમ ઈન્ડિયાનાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડ હશે. સાથે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નાં અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહે આશા વ્યક્ત કરી છે કે, દ્રવિડનો કાર્યકાળ ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

આ પણ વાંચો – T20 World Cup / ઈંગ્લેન્ડને લાગ્યો મોટો ઝટકો, આ બોલર ઈજાનાં કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર

ભારતીય ક્રિકેટ ટીમનાં નવા મુખ્ય કોચ તરીકે પૂર્વ કેપ્ટન દ્રવિડની નિમણૂક કરવામાં આવી છે. BCCI એ એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. સુલક્ષણા નાઈક અને આરપી સિંહની ક્રિકેટ સલાહકાર સમિતિએ બુધવારે સર્વસંમતિથી દ્રવિડને ટીમ ઈન્ડિયા (વરિષ્ઠ પુરૂષ ક્રિકેટ ટીમ)નાં મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન દ્રવિડ 17 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામેની હોમ સીરિઝથી કમાન સંભાળશે. આ વિશે ગાંગુલીએ કહ્યું, “BCCI રાહુલ દ્રવિડનું ભારતની વરિષ્ઠ પુરૂષ ટીમનાં મુખ્ય કોચ તરીકે સ્વાગત કરે છે. રાહુલની શાનદાર કારકિર્દી છે અને તે રમતનાં મહાન ખેલાડીઓમાંનો એક છે. તેમણે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)નાં વડા તરીકે ભારતીય ક્રિકેટમાં નોંધપાત્ર સેવા આપી છે. NCAમાં રાહુલનાં પ્રયાસોએ ઘણી યુવા ક્રિકેટ પ્રતિભાઓ પેદા કરી છે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. મને આશા છે કે તેમનો નવો કાર્યકાળ ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ અંગે જય શાહે કહ્યું, “રાહુલ દ્રવિડથી સારો કોઈ વ્યક્તિ નથી અને હું તેમને ભારતીય ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ તરીકે નિયુક્ત થતા જોઈને ખુશ છું. આગામી બે વર્ષમાં બે વર્લ્ડકપ થવાના છે અને તે આ કામ માટે યોગ્ય વ્યક્તિ છે. NCA ને ખૂબ જ જરૂરી દિશા પ્રદાન કર્યા પછી અને અંડર-19 અને ઈન્ડિયા-A સ્તરે છોકરાઓની પ્રગતિની દેખરેખ રાખવાથી, અમે માનીએ છીએ કે કોચ તરીકે પણ તેમના માટે આ એક કુદરતી પ્રગતિ છે. મને કોઈ શંકા નથી કે તેમના નેતૃત્વમાં ભારતીય ટીમ તમામ ફોર્મેટમાં પ્રભુત્વ જાળવી રાખશે. બોર્ડ ટૂંક સમયમાં અન્ય કોચિંગ સ્ટાફની ભરતી કરશે, જેઓ અમારા લક્ષ્યોને હાંસલ કરવામાં સંયુક્ત રીતે મુખ્ય કોચને મદદ કરશે.

આ પણ વાંચો – T20 World Cup / દિવાળી પહેલા રોહિત અને રાહુલે કર્યો મોટો ધડાકો, રચ્યો ઈતિહાસ

BCCI એ 26 ઓક્ટોબરે રવિ શાસ્ત્રીનાં સ્થાને આગામી મુખ્ય કોચની નિમણૂક માટે મુખ્ય કોચનાં પદ માટે અરજીઓ મંગાવી હતી. વર્તમાન ICC T20 વર્લ્ડકપ બાદ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. BCCI એ કહ્યું કે, બોર્ડ શાસ્ત્રી (પૂર્વ ટીમ ડિરેક્ટર અને હેડ કોચ), ભરત અરુણ (બોલિંગ કોચ), આર શ્રીધર (ફિલ્ડિંગ કોચ) અને વિક્રમ રાઠોડ (બેટિંગ કોચ)ને તેમના સફળ કાર્યકાળ માટે અભિનંદન આપે છે. શાસ્ત્રીનાં નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારત ટેસ્ટમાં નંબર વન રહ્યું અને ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું હતુ.