OMG!/ સોશિયલ મીડિયામાં કેન્સર સમયનો ફોટો શેર કરતા મનીષા કોઈરાલાએ કહી તેની આપબીતી

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી મનીષા કોઈરાલા એ સ્ટાર્સની યાદીમાં સામેલ છે જેમણે પોતાના જીવનમાં કેન્સર જેવી ખતરનાક બીમારીને હરાવી છે. તે અનેક પ્રસંગોએ કેન્સર સંબંધિત પોતાના અનુભવો શેર કરતી રહે છે.

Entertainment
મનીષા કોઈરાલા

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી મનીષા કોઈરાલા એ સ્ટાર્સની યાદીમાં સામેલ છે જેમણે પોતાના જીવનમાં કેન્સર જેવી ખતરનાક બીમારીને હરાવી છે. તે અનેક પ્રસંગોએ કેન્સર સંબંધિત પોતાના અનુભવો શેર કરતી રહે છે. તેણે પોતાના દૃઢ નિશ્ચય અને હિંમતથી કેન્સરને હરાવ્યુ છે.

આ પણ વાંચો – પાકિસ્તાન લાહોર હાઈકોર્ટ / આતંકવાદી હાફિઝ સઈદને મોટી રાહત,જમાત-ઉદ-દાવાના છ નેતાઓને પણ નિર્દોષ છોડ્યા

આપને જણાવી દઇએ કે, નેશનલ કેન્સર અવેરનેસ ડે (7 નવેમ્બર)નાં દિવસે મનીષાએ જૂની તસવીરો દ્વારા કેન્સર સામેની તેની લડાઈને યાદ કરી છે. આ સાથે મનીષાએ લોકોને કહ્યું કે, સમાજમાં આ રોગ વિશે જાગૃતિ ફેલાવવાની જરૂર છે. મનીષાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેન્સરની સારવારની ઘણી તસવીરો શેર કરી છે. ત્રણ તસવીરો શેર કરતા મનીષા કોઈરાલાએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસનાં અવસરે, હું કેન્સરની સારવારનાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહેલા તમામ લોકોને મારી શુભકામનાઓ આપું છું. હું જાણું છું કે આ સફર અઘરી છે પણ તમે બધામાં સૌથી મજબૂત છો. હું એવા લોકોનું સન્માન કરવા માંગુ છું જેઓ કેન્સરને કારણે મૃત્યુ પામ્યા છે અને જેઓ આ યુદ્ધ જીત્યા છે તેમની સાથે ઉજવણી કરવા માંગુ છું.

https://www.instagram.com/p/CV-V14Lp3ct/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – પૃથ્વી સાથે અથડાતા રહી ગયો એસ્ટોરોઇડ / પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થઇ ગયો એસ્ટોરોઈડ, વૈજ્ઞાનિકોને ખબર પણ ના પડી

મનીષાએ આગળ લખ્યું, ‘આપણે આ રોગ વિશે જાગૃતિ ફેલાવવાની જરૂર છે. હું દરેકને સારા સ્વાસ્થ્યની ઇચ્છા કરું છું. આભાર.’ મનીષાએ પોતાની પોસ્ટમાં શેર કરેલી તસવીરો જેમાં તે સારવાર દરમિયાન બેડ પર પોઝ આપતી જોવા મળે છે. આ સિવાય બાકીની તસવીરોમાં તે તેના પરિચિતો સાથે હસતી જોવા મળે છે. સારવાર માટે તેમને છ મહિના સુધી યુએસમાં રહેવું પડ્યું હતું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મનીષાએ 1991માં આવેલી ફિલ્મ ‘સૌદાગર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ‘1942: અ લવ સ્ટોરી’, ‘બોમ્બે’, ‘અકેલે હમ અકેલે તુમ’, ‘ખામોશી’, ‘ગુપ્ત’, ‘દિલ સે’, ‘લજ્જા’ જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ. આપને જણાવી દઈએ કે, મનીષા કોઈરાલા નેપાળી અભિનેત્રી છે જેણે ઘણી હિટ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.