રાજયમાં અનેક સરકારી ભરતીઓ આવતી હોય છે . જેમાં લાખો લોકો પરીક્ષાઓ આપીને નોકરીઓ મેળવતા હોય છે ત્યારે પોલીસમાં આવેલી LRDની જંગી ભરતી માટે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે. 10,988 પદોની ભરતી માટે અત્યારસુધી 11 લાખથી વધારે અરજી થઈ છે, જેમાંથી 9.10 લાખ અરજી કન્ફર્મ થઈ છે. LRD ભરતીના ચેરમેન આઈપીએસ હસમુખ પટેલના જણાવ્યા અનુસાર, આજે રાત્રે 12 વાગ્યા સુધી અરજી કરી શકાશે. ફોર્મ ભરવાનો તબક્કો પૂરો થયા બાદ 1થી 10 ડિસેમ્બરમાં ફિઝિકલ ટેસ્ટ શરુ થઈ શકે છે, જે બે મહિના સુધી ચાલશે.
આ પણ વાંચો ;ગાંધીનગર / ગાંધીનગર જિ.પં.ની આંકડા શાખામાં આગ લાગતા,દસ્તાવેજો અને કોમ્પ્યુટર બળીને ખાખ થયા
ફેબ્રુઆરી મહિના સુધી ફિઝિકલ ટેસ્ટ યોજાયા બાદ તેમાં ઉતીર્ણ થનારા ઉમેદવારોને લેખિત પરીક્ષા આપવાની રહેશે, જે માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં યોજાય તેવી શક્યતા છે. હસમુખ પટેલે એમ પણ જણાવ્યું હતું કે, તારીખોમાં થોડું આગળ-પાછળ થઈ શકે છે, પરંતુ ઉમેદવારો આ ટાઈમફ્રેમને ધ્યાનમાં રાખે અને ભરતીમાં વિલંબ થવાનો છે તેવી ગણતરી ના રાખે. તેમણે જણાવ્યું હતું કે, આ વખતે પણ 10 લાખ જેટલા ફોર્મ ભરાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો ;ગુજરાત / મોડાસાના પ્રાંત અધિકારીની સાયબર ક્રાઇમે કરી ધરપકડ,યુવતીને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ
હસમુખ પટેલે કરેલી એક ટ્વીટમાં ભરતીમાં અત્યારસુધી ભરાયેલા ફોર્મની માહિતી આપતા કહ્યું હતું કે, 11.13 લાખ અરજીઓ થઈ છે, જેમાંથી 8.68 લાખ કન્ફર્મ થઈ છે. 2.33 લાખ મહિલાઓ જ્યારે 6.35 લાખ પુરુષો દ્વારા અરજી કરવામાં આવી છે. આ ઉપરાંત, જે ઉમેદવારો પાસે હાલ કમ્પ્યુટર સર્ટિફિકેટ નથી તેઓ પણ અરજી કરી શકે છે, અને ડૉક્યુમેન્ટ્સના વેરિફિકેશન વખતે સર્ટિ. રજૂ કરવાનું રહેશે તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી.
