કુસ્તીબાજ નિશા દહિયા અને તેના ભાઇની ગોળી મારીને હત્યા થવાના સમાચાર ફૅક છે. જે અંગે રેસલર નિશા દહિયાએ પોતે જ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ અંગેનો ખુલાસો કર્યો છે. તેણે પોતાના એકદમ સ્વસ્થ હોવાની જાણકારી આપી છે.
નેશનલ લેવલ પર કુસ્તી રમનાર ખેલાડી નિશા દહિયા અને તેના પરિવાર પર કેટલાક લોકોએ હુમલો કર્યો હોવાના સમાચાર મીડિયામાં ખૂબ જ ઝડપથી આવી રહ્યા હતા.જો કે આ સમાચાર ખોટા હોવાની જાણકારી મળી છે. આ સમાચારનું નિશા દહિયાએ પોતે જ ખંડન કર્યુ છે.નિશા દહિયાએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં એક વિડીયો મુકીને તેના પર કોઇ હુમલો ન થયાનું જણાવ્યુ છે. નિશાએ આ વિડીયોમાં જણાવ્યુ છે કે તેના પર કોઇ હુમલો થયો નથી અને તે એકદમ સ્વસ્થ છે. તેણે વધુમાં એ જાણકારી પણ આપી કે તે કોટામાં પોતાની એક ગેમ રમવા આવેલી છે.
https://www.instagram.com/p/CWGNBcnJ4iA/?utm_source=ig_embed&ig_rid=7146f8a1-559f-425d-8bbf-522cc04d59a2
હુમલાને અંજામ આપીને અજાણ્યા વ્યક્તિઓ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા. નિશાના ભાઇ સુરજે ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. જ્યારે તેની માતા ધનપતિને ગંભીર હાલતમાં રોહતક પીજીઆઇ મોકલવામાં આવ્યા છે. જ્યાં તેની હાલત નાજુક છે. હત્યાના કારણોનો હજુ ખુલાસો થયો નથી.
સોનીપત પોલીસે નિશા અને સુરજની લાશને કબજે કરે પોસ્ટમોર્ટમ પાટે સિવિલ મોકલવમાં આવી છે. ખરખોદા પોલીસ સ્ટેશન હવે આ હાઇ પ્રોફાઇલ ડબલ મર્ડરની તપાસ કરી રહી છે. પોલીસે આ કેસને લઇને દરેક પાસા તપાસી રહી છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
