T20 World Cup/ બાબર આઝમે હાર બાદ ડ્રેસિંગમાં જે કહ્યુ તેણે જીત્યુ લોકોનું દિલ, જુઓ Video

T20 વર્લ્ડકપની સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાનને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમનાં કેપ્ટન બાબર આઝમે ડ્રેસિંગ રૂમમાં પાકિસ્તાની ખેલાડીઓને ખાસ સલાહ આપી છે.

Sports
બાબરની ઈમેશનલ સ્પીચ

T20 વર્લ્ડકપમાં સેમિફાઈનલ પહેલા પાકિસ્તાનની ટીમ એક પણ મેચ હારી નહોતી, પરંતુ ઓસ્ટ્રેલિયાએ સેમિફાઈનલમાં તેના વિજયી અભિયાનને તોડી નાખ્યું પરંતુ સાથે T20 વર્લ્ડકપ જીતવાનું સપનું પણ તોડી નાખ્યું. ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાનને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સેમિફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો મેથ્યુ વેડ રહ્યો છે. આ મેચમાં હસન અલીએ તેનો કેચ છોડ્યો હતો. પાકિસ્તાન ટીમની નાની-નાની ભૂલો હારનું કારણ બની છે. વળી, T20 વર્લ્ડકપમાંથી બહાર થયા પછી, બાબર આઝમ પાસે પહોંચ્યો અને શાંત સ્વભાવમાં ખેલાડીઓને સંબોધી ટીમને એક રહેવા કહ્યુ. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાનની હાર બાદ આ બાળક ખૂબ રડ્યો, તમે જોઇને થઇ જશો Emotional, જુઓ Video

T20 વર્લ્ડકપની સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાનને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમનાં કેપ્ટન બાબર આઝમે ડ્રેસિંગ રૂમમાં પાકિસ્તાની ખેલાડીઓને ખાસ સલાહ આપી છે. બાબર આઝમે કહ્યું છે કે, હાર થઇ છે પણ હવે તમામ ખેલાડીઓએ એકજૂટ રહેવું પડશે અને કોઈની સામે આંગળી ન ઉઠાવવી. દુબઈમાં રમાયેલી સેમિફાઈનલ મેચમાં પાકિસ્તાનને ઓસ્ટ્રેલિયા સામે રોમાંચક હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 176 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. જોકે એક સમયે કાંગારૂ ટીમ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં હતી. ટીમને છેલ્લી બે ઓવરમાં 22 રનની જરૂર હતી પરંતુ મેથ્યુ વેડે શાહીન શાહ આફ્રિદી વિરુદ્ધ સતત ત્રણ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. એ જ ઓવરમાં હસન અલીએ પણ વેડનો કેચ છોડ્યો અને તે પાકિસ્તાનને ઘણો મોંઘો પડ્યો હતો. ડ્રેસિંગ રૂમમાં ભાષણ આપતા બાબર આઝમે પોતાના ખેલાડીઓને સલાહ આપી છે કે તેઓ એકબીજાની ટીકા ન કરે. આપણે આપણી ભૂલોમાંથી શીખવાનું છે.

https://twitter.com/TheRealPCB/status/1458895192572977163?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1458895192572977163%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.jagrantv.com%2Fhi-show%2Ft20-world-cup-2021-what-did-captain-babar-azam-say-to-the-team-after-the-defeat-rc1025210

આ પણ વાંચો – T20 World Cup / આ શું? બોલ ન અડ્યો છતા વોર્નરે છોડ્યું મેદાન, એમ્પાયરની ભૂલ પણ પાકિસ્તાનને જીતવામાં ન કરી શકી મદદ

બાબરે આગળ કહ્યું, “હા, અમે હારી ગયા છીએ. પરંતુ વાંધો નહીં. અમે આ હારમાંથી શીખીશું અને આગામી સીરીઝ અને ટૂર્નામેન્ટમાં અહીં કરેલી ભૂલોનું પુનરાવર્તન નહીં કરીએ. દરેક વ્યક્તિએ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે આપણે બનાવેલો આ સાંધો તૂટે નહી. એક હારથી આપણું એકછૂટતા તૂટી ન જવી જોઈએ. આપણે બધાએ આપણી ભૂમિકા ભજવી છે, કુટુંબ જેવું વાતાવરણ બનાવ્યું છે. એક પરિણામથી તેને જોખમમાં મૂકવું જોઈએ નહીં. પરિણામ આપણા હાથમાં નથી, પરંતુ આપણે સતત પ્રદર્શન કરવું પડશે. ત્યારપછી પરિણામ આપોઆપ આવવાનું શરૂ થઈ જશે.” આપને જણાવી દઈએ કે, પાકિસ્તાને ગ્રુપ સ્ટેજમાં એક પણ મેચ હાર્યા વિના સેમિફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. ધ મેન ઇન ગ્રીને ભારત, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, નામીબિયા અને સ્કોટલેન્ડને હરાવી તેમની તમામ પાંચ મેચ જીતી લીધી હતી. જો કે, સેમિફાઇનલમાં ટૂર્નામેન્ટની પ્રથમ હારને કારણે તેમની T20 વર્લ્ડકપની સફરનો અંત આવ્યો.