OMG!/ રિક્ષા ચાલક રાતોરાત બન્યો કરોડપતિ, કારણ જાણી ચોંકી જશો

ઓડિશાનાં કટકમાં એક વૃદ્ધ મહિલાએ પોતાની અને તેના પરિવારની 25 વર્ષની સેવા માટે પોતાની તમામ સંપત્તિ એક રિક્ષા ચાલકને દાનમાં આપી હોવાનુ સાંભળી સૌ કોઇ ચોંકી ગયા છે.

Ajab Gajab News
રિક્ષા ચાલક બન્યો કરોડપતિ

ઓરિસ્સામાં એક રિક્ષા ચાલકને 25 વર્ષ સુધી વૃદ્ધ મહિલાની નિઃસ્વાર્થ સેવા કરવા બદલ પુરસ્કાર મળ્યો છે. વૃદ્ધ મહિલાએ પોતાનું ત્રણ માળનું મકાન અને સમગ્ર મિલકત એક રિક્ષા ચાલકનાં નામે આપી દીધી જેણે નિઃસ્વાર્થપણે સેવા કરી હતી. વૃદ્ધ મહિલાનાં ઘર અને કુલ સંપત્તિની કિંમત એક કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો – Interesting / બાળકીનાં હાથમાં હતો મોબાઈલ અને અચાનક આવી ગયો વાંદરો, પછી જે થયુ તે જુઓ આ Video માં

ઓડિશાનાં કટકમાં એક વૃદ્ધ મહિલાએ પોતાની અને તેના પરિવારની 25 વર્ષની સેવા માટે પોતાની તમામ સંપત્તિ એક રિક્ષા ચાલકને દાનમાં આપી હોવાનુ સાંભળી સૌ કોઇ ચોંકી ગયા છે. સુતાહટની 63 વર્ષીય મિનાતી પટનાયકે તેનું ત્રણ માળનું ઘર, સોનાનાં ઘરેણા અને તેની તમામ સંપત્તિ એક રિક્ષા ચાલક બુદ્ધ સામલને દાનમાં આપી છે. બુદ્ધ સામલ છેલ્લા બે દાયકાથી આ પરિવારની સેવા કરી રહ્યા છે. મિનાતીનાં પતિનું ગયા વર્ષે કિડની ફેલ થવાથી મૃત્યુ થયું હતું. આ પછી મિનાતી તેની પુત્રી કોમલ સાથે રહેતી હતી. તાજેતરમાં કોમલનું પણ કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ત્યારબાદ મિનાતીએ તેની તમામ મિલકત ગરીબ રિક્ષા ચાલકનાં પરિવારને સોંપવાનું નક્કી કર્યું. ઈન્ડિયા ટુડેનાં અહેવાલ અનુસાર, મિનાતીએ કહ્યું, ‘મારા પતિ અને પુત્રીનાં મૃત્યુ પછી હું ભાંગી પડી હતી અને શોકમાં જીવી રહી હતી. મારી સાથે આ દર્દનાક અકસ્માત થયા પછી પણ કોઈ સંબંધીએ મને સાથ આપ્યો નહીં. હું સાવ એકલી હતી. જો કે, આ રિક્ષા ચાલક અને તેનો પરિવાર મારા મુશ્કેલ સમયમાં મારી પડખે ઉભા રહ્યા અને બદલામાં કંઈપણ અપેક્ષા રાખ્યા વિના મારા સ્વાસ્થ્યની કાળજી લીધી. મિનાતીએ કહ્યું, “મારા સંબંધીઓ પાસે પૂરતી સંપત્તિ છે અને હું હંમેશા મારી મિલકત ગરીબ પરિવારને આપવા માંગતી હતી. મેં બુદ્ધ અને તેમના પરિવારને કાયદેસર રીતે બધું દાન કરવાનું નક્કી કર્યું જેથી મારા મૃત્યુ પછી કોઈ તેમને હેરાન ન કરે.’

રિક્ષા ચાલક બન્યો કરોડપતિ

આ પણ વાંચો – વિસ્ફોટ / ઈંગ્લેન્ડના લિવરપૂલ શહેરમાં મહિલા હોસ્પિટલની સામે કારમાં વિસ્ફોટ થતાં 1નું મોત 1 ઘાયલ

મિનાતીનાં કહેવા પ્રમાણે, બુદ્ધ અને તેમનો પરિવાર છેલ્લા 25 વર્ષથી તેમના પરિવારની સેવામાં લાગેલા છે. તેણે કહ્યું, ‘તે મારી દીકરીને રેનશો કોલેજમાં લઈ જતો હતો. તે મારા પરિવારનો રિક્ષા ડ્રાઈવર છે. તેમના પરના મારા વિશ્વાસ અને મારા અને મારા પરિવાર પ્રત્યેનાં તેમના સમર્પણથી તેમને આ પુરસ્કાર મળ્યો છે, અને મેં મારી સંપત્તિ આપીને તેમની કોઈ મોટી સેવા કરી નથી. તેઓ તેને લાયક છે.’ જોકે, મિનાતીની ત્રણમાંથી બે બહેનોએ રિક્ષા ચાલક અને તેના પરિવારને મિલકત સોંપવાના તેના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. જો કે મિનાતી પોતાના નિર્ણય પર અડગ રહી. રિક્ષાચાલક બુદ્ધનાં પરિવારમાં તેમના માતા-પિતા, તેમની પત્ની સમિતા, બે પુત્રો અને એક પુત્રીનો સમાવેશ થાય છે. બુદ્ધ સામલનાં જણાવ્યા અનુસાર, ‘જ્યારે માતા (મિનાતી)એ મને તેની મિલકત દાનમાં આપવા વિશે કહ્યું ત્યારે મને આઘાત લાગ્યો હતો. હું બે દાયકા કરતાં વધુ સમયથી આ પરિવારની સેવા કરી રહ્યો છું અને મારા મૃત્યુ સુધી મારી માતાની સેવા કરતો રહીશ. આપને જણાવી દઈએ કે, મિનાતીનાં કહેવા પર બુદ્ધે બે વર્ષ પહેલા રિક્ષા ચલાવવાની નોકરી છોડી દીધી હતી અને ચાર મહિના પહેલા મિનાતીનાં કહેવા પર તે પત્ની અને બાળકો સાથે મિનાતીનાં ઘરે રહેવા આવ્યો હતો.