સુરેન્દ્રનગર/ નાગડકા ગામમાં ધોળા દિવસે કરાયું ફાયરિંગ, ઘટનામાં યુવકની હત્યા

સુરેન્દ્રનગરના નાગડકા ગામે વહેલી સવારે ફાયરિંગ કરી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે.અંગત અદાવતમાં નાગડકા ગામે એક યુવક પર અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ.

Gujarat Others
ફાયરિંગ
  • સુરેન્દ્રનગરમાં ધોળે દિવસે ફાયરિંગમાં હત્યા
  • સુરેન્દ્રનગરનાં નાગડકા ગામે ફાયરિંગ
  • અંધાધૂધ ફાયરિંગમાં યુવકની હત્યા
  • અંગત અદાવતમાં ફાયરિંગની આશંકા
  • વહેલી સવારે ઘટનાને અપાયો અંજામ
  • મૃતકનું નામ શાર્દુલ જેબલિયા હોવાની જાણકારી
  • આરોપી મુન્ના વલકુ,ઉદય વલકુ
  • રઘુભાઇ વલકુ હોવાની જાણકારી

સુરેન્દ્રનગરના નાગડકા ગામે વહેલી સવારે ફાયરિંગ કરી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે.અંગત અદાવતમાં નાગડકા ગામે એક યુવક પર અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. ફાયરિંગમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. પોલીસે ફાયરિંગ કરનાર 3 શખ્સોની બોટાદથી ધરપકડ કરી છે હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો :પત્રકાર પરિષદ દરમિયાન DGP આશિષ ભાટિયાએ રાજ્યમાંથી મળી રહેલા ડ્રગ્સ વિશે શું કહ્યું?

અંગત અદાવતમાં ફાયરિંગ થતાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, તપાસ કરનાર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. અંદાજે એક થી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની આશંકા છે.  પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.  અંગત અદાવતમાં ઈસમો દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું. ઘટનાસ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું. બીજી તરફ જાહેરમાં ફાયરિંગના બનાવથી ચકચાર મચી ગઈ છે. ફાયરિંગના પગલે હાલ તમામ સ્થળો અને હાઇવે પર નાકાબંધી કરી દેવામાં આવી છે. આરોપી હાલ ફાયરિંગ કરી  ફરાર થઈ ગયા છે.

આ પણ વાંચો :ભક્તો સામે તંત્ર પડ્યું ઘૂંટણીયે, તંત્રે આપી ગિરનાર લીલી પરિક્રમા માટે મંજૂરી

આ પણ વાંચો :ટાગોર રોડ પર આવેલા અતુલ મોટર્સના શોરૂમમાં રાત્રીના વિકરાળ આગતા, લાખોમાં નુકશાન થયું

આ પણ વાંચો :રિવરફ્રન્ટના નામકરણ સમારોહમાં તકતીનું અનાવરણ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કર્યું

આ પણ વાંચો :રાજયમાં દર મહિને ગરીબોને મફતમાં અપાતું અનાજ આવતા મહિનાથી બંધ થઇ જશે