ભરૂચ/ પોલીસ ઊંઘતી રહી અને તસ્કરો રોકડ રકમ અને એ.ટી.એમ. લઈ રફુચક્કર થઇ ગયા

બોલેરો પિકઅપ રિવર્સમાં કરી ATM મશીનોના કાચ તોડ્યા, UPS, બેટરી, મોડમ બહાર ફેંક્યા

Gujarat

અંકલેશ્વર NH 48 ઉપર આવેલી હોટલ નવજીવન પરિસરમાંથી માત્ર 9 મિનિટમાં પીકઅપ વાન લઈને આવેલા 5 તસ્કરો તોડ ફોડ કરી ₹1.50 લાખનું મશીન અને ATM અંદર રહેલા રોકડા ₹ 4.27 લાખની ચોરી કરી ગયા હતા. અંકલેશ્વર હાઇવે ઉપર મધરાતે આખે આખા હિટાચી ATM ચોરીની ઘટનામાં બાજુમાં આવેલી મોબાઇલની દુકાનના કેદ થયેલા CCTV ફૂટેજ બહાર આવ્યા છે.

મધરાતે 2.06 કલાકે બોલેરો પીકઅપ વાન લઈ કાપોદ્રા પાટિયા પાસેની નવજીવન હોટલ ઉપર તસ્કરો ત્રાટકયા હતા. પીકઅપ વાન ATM સેન્ટર પાસે પહેલેથી જ રિવર્સમાં લઈ જઈ મો ઉપર રૂમાલ બાંધેલા 25 થી 30 વર્ષના 4 થી 5 તસ્કરોએ તોડફોડ શરૂ કરી દિધી હતી.આખે આખું મશીન ઉઠાવી તસ્કરો 9 મિનિટમાં જ ફરાર થઈ ગયા હતા. ભરૂચ સંતોષી વસાહતમાં રહેતા અને 4 વર્ષથી હિટાચી સર્વિસ પ્રા. લી. કંપનીમાં ચેનલ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા મોહમદ હુસેન પટેલે જણાવ્યું હતું કે, બે વર્ષથી ભરૂચ અને નર્મદા જિલ્લામાં કંપનીના 47 ATM મશીન મુકાયા છે. જોકે તમામ ATM ઉપર પ્રારંભથી જ સિક્યોરિટી ગાર્ડ મુકવામાં આવ્યો નથી.

આ પણ વાંચો ;શિક્ષક કેવી રીતે બન્યા કલેકટર / કરોળિયાની જેમ તનતોડ મહેનત કરી શિક્ષકમાંથી કેવી રીતે બન્યા કલેકટર તુષાર સુમેરા

તસ્કરો ATM માં રહેલા રોકડા 4.27 લાખ અને દોઢ લાખ મશીનની કિંમત મળી કુલ ₹ 5.77 લાખની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે નોંધવતા PI વી.કે. ભૂતિયા તપાસ ચલાવી રહ્યાં છે.

વાગરાના જોલવા ગામના મહાવીર જનરલ કરીયાણા સ્ટોર બહારથી બોલેરો પીકઅપ વાન ચોરી હતી, પરપ્રાંતીય ડ્રાઈવર ગેંગના કારસ્તાનની આશંકા. ATM મશીન આખેઆખું ઉઠાઈ જનાર તસ્કર ટોળકીએ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામથી બોલેરો પીકઅપ ચોરી હતી. 70 કિલોમીટર દૂરથી પીક અપ ચોરી ATM ની તસ્કરીમાં પરપ્રાંતીય ડ્રાઈવર ગેંગની સંડોવણી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

આ પણ વાંચો ;ઉત્તરપ્રદેશ ચૂંટણી 2022 / સમાજવાદી પાર્ટીના આટલા ધારસભ્યો BJPમાં સામેલ થઇ શકે છે! ભાજપે તૈયાર કર્યો SECREAT PLAN