Vadodara News/ વડોદરા: માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે મતદાન

વડોદરા (Vadodara)ની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી (Manjalpur By Election)માટે આજે મતદાન શરૂ થયું છે

Top Stories Gujarat Vadodara
વડોદરા (Vadodara)ની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી (Manjalpur By Election)માટે આજે મતદાન શરૂ થયું છે

Vadodara News : વડોદરા (Vadodara)ની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી (Manjalpur By Election)માટે આજે મતદાન શરૂ થયું છે. સવારથી જ મતદારો ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા વિવિધ મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.

આ પેટા ચૂંટણી માટે કુલ આશરે 260 મતદાન મથકો પર મતદાન (Voting)યોજાઈ રહ્યું છે. દરેક મતદાન મથકે મતદારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પીવાનું પાણી, બેઠક વ્યવસ્થા, વીજળી સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

વરસાદી મોસમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મતદાન મથકો પર વોટરપ્રૂફ મંડપ પણ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી વરસાદની સ્થિતિમાં પણ મતદાન પ્રક્રિયા વિના વિક્ષેપ ચાલુ રહી શકે.

દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિક મતદારો માટે ખાસ સુવિધા તરીકે તમામ મતદાન મથકો પર રેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ જરૂરિયાત મુજબ સહાયતા માટે કર્મચારીઓને પણ તૈનાત રાખવામાં આવ્યા છે.

ચૂંટણી પ્રક્રિયા પર સતત નજર રાખવા માટે તમામ મતદાન મથકોનું કલેક્ટર કચેરી ખાતે લાઈવ મોનીટરિંગ કરવામાં આવશે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે ફરિયાદ સામે તાત્કાલિક કાર્યવાહી થઈ શકે તે માટે કંટ્રોલ રૂમ પણ કાર્યરત રાખવામાં આવ્યો છે.

આ વિધાનસભા બેઠકમાં કુલ 2,19,494 મતદારો નોંધાયેલા છે. તંત્રએ વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ કરી છે.


આ પણ વાંચો : માંજલપુર પેટા ચૂંટણી 2026: 2.19 લાખ મતદારો માટે 260 મતદાન મથકો, પ્રથમ વખત મોબાઇલ ડિપોઝિશન સેન્ટરની વ્યવસ્થા

આ પણ વાંચો : માંજલપુર પેટા ચૂંટણીમાં પ્રચાર ધીમો, ભાજપ-કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો અભાવ

આ પણ વાંચો : ગાંધીનગર કમલમમાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક, પેટા ચૂંટણી અંગે રણનીતિ ઘડાશે