Cricket/ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ICC એ આપી મોટી જવાબદારી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નાં અધ્યક્ષ સૌરવ ગાંગુલી બીજા પદની જવાબદારી સંભાળતા હવે જોવા મળશે. એક અહેવાલ મુજબ, સૌરવ ગાંગુલીને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની ટેકનિકલ કમિટીનાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

Top Stories Sports
સૌરવ ગાંગુલી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નાં અધ્યક્ષ સૌરવ ગાંગુલી બીજા પદની જવાબદારી સંભાળતા હવે જોવા મળશે. એક અહેવાલ મુજબ, સૌરવ ગાંગુલીને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની ટેકનિકલ કમિટીનાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમને આ પદ તેમના જૂના સાથી અને ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિન બોલર અનિલ કુંબલેની જગ્યાએ આપવામાં આવી છે, જે છેલ્લા 9 વર્ષથી આ પદ પર હતા.

સૌરવ ગાંગુલી

આ પણ વાંચો – Cricket / આજથી શરૂ થશે રોહિત-દ્રવિડની પરીક્ષા, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T20 સીરીઝની થશે શરૂઆત

આપને જણાવી દઇએ કે, BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ICCમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેમને ICCની ટેકનિકલ કમિટીનાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમના પહેલા અનિલ કુંબલે આ પદ પર હતા. અનિલ કુંબલેનાં આ પદ પર 9 વર્ષ પૂરા કર્યા બાદ હવે સૌરભ ગાંગુલીને આ જવાબદારી સોંપવામાં આવી છે. બુધવારે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, સૌરવ ગાંગુલીને ICC કમિટીમાં આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ICCની ટેકનિકલ કમિટિનું મૂળભૂત કાર્ય રમતની ભૌતિક સ્થિતિ અને નિયમોનું નિરીક્ષણ કરવાનું છે. સૌરવ ગાંગુલી ICCની ટેકનિકલ કમિટીમાં નિરીક્ષક તરીકે હાજર હતા પરંતુ હવે અનિલ કુંબલેનાં સ્થાને તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સમાચાર આવ્યા બાદ સૌરવ ગાંગુલીનાં ચાહકોમાં ખુશીની લહેર છે. આપને જણાવી દઈએ કે, સૌરવ ગાંગુલી આ સમયે માત્ર BCCI નાં અધ્યક્ષ જ નથી પરંતુ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન પણ રહી ચૂક્યા છે. સૌરવ ગાંગુલી, જે પશ્ચિમ બંગાળનાં છે, તે મહાન ભારતીય ક્રિકેટરોમાં તેમનુ નામ આજે પણ જ ગણવામાં આવે છે અને તે ભારતીય ટીમનાં શ્રેષ્ઠ કેપ્ટનોમાં એક પણ રહી ચુક્યા છે. 8 જુલાઈ 1972નાં રોજ જન્મેલા સૌરવ ગાંગુલીને બંગાળ ટાઈગર, દાદા, કલકત્તાનાં પ્રિન્સ, ધ ગોડ ઓફ ધ સાઈડ, ધ મહારાજ જેવા નામોથી પણ બોલાવવામાં આવે છે.

આ પણ વાંચો – Cricket / પાકિસ્તાનમાં યોજાશે 2025 ચેમ્પિયન્સ ટ્રોફી, બે દાયકા બાદ મળી ICC ટૂર્નામેન્ટની યજમાની

ક્રિકેટમાં સૌરવ ગાંગુલીની ઉપલબ્ધિઓની વાત કરીએ તો તેમણે 113 ટેસ્ટ મેચમાં 188 ઇનિંગ્સ રમી હતી અને 7,212 રન બનાવ્યા હતા. વળી, 311 વન-ડે મેચોમાં 300 ઇનિંગ્સ રમી હતી, જેમાં 11,363 રન બનાવ્યા હતા. તેમણે IPLમાં 59 મેચ રમી છે, જેમાં તેમણે 56 ઇનિંગ્સમાં 1,349 રન બનાવ્યા છે. ક્રિકેટને અલવિદા કર્યા પછી પણ સૌરવ ગાંગુલી ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા છે. હાલમાં ICCએ તેમને એક મોટી જવાબદારી સોંપી છે, જેની સમગ્ર ક્રિકેટ જગત પ્રશંસા કરવામાં આવી રહી છે.