લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને લઈને મોટું નિવેદન આપ્યું છે. એલજી મનોજ સિહાએ દાવો કર્યો છે કે બે વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવામાં આવશે. મનોજ સિેહાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઘાટીમાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
We want to assure you that you will not see terrorism in Jammu and Kashmir after two years. Govt of India is working in this direction: Lieutenant Governor Manoj Sinha at a gathering in Jammu pic.twitter.com/ZCaMoMGeWn
— ANI (@ANI) November 17, 2021
જમ્મુમાં એક કાર્યક્રમને સંબોધતા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું, “લોકો ચોક્કસપણે જમ્મુ અને કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ચિંતિત છે. અમે તમને ખાતરી આપવા માંગીએ છીએ કે બે વર્ષ પછી તમને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ જોવા નહીં મળે, ભારત સરકાર આ દિશામાં કામ કરી રહી છે.
ગઈકાલે, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જમ્મુ અને કાશ્મીરમાં અનેક એન્કાઉન્ટરો અને આતંકવાદી હુમલાઓમાં નાગરિકોની હત્યાને ધ્યાનમાં રાખીને સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી બેઠકમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના ટોચના અધિકારીઓએ હાજરી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે ગૃહ સચિવને જમ્મુ અને કાશ્મીરમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
