બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક રાજકુમાર રાવે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે થોડા દિવસ પહેલા લગ્ન કર્યા છે. બંનેએ ચંદીગઢમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ રાજકુમાર રાવ અને પત્રલેખા મુંબઈ પરત ફર્યા છે. આ સંદર્ભે બંને એરપોર્ટ પર સ્પોટ થયા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં પાપારાઝીએ પત્રલેખાને ભાભી કહીને બોલાવી છે. આના પર રાજકુમાર રાવ અને પત્રલેખા પણ હસતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો :શેરશાહ બાદ હવે યોદ્ધા બનશે સિદ્ધાર્થ મલ્હોત્રા, ફિલ્મના પોસ્ટર સાથે રિલીઝ ડેટની જાહેરાત
રાજકુમાર રાવ અને પત્રલેખાનો આ વીડિયો વિરલ ભાયાણીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે બંને એરપોર્ટ પર તસવીરો માટે પોઝ આપી રહ્યા હતા, ત્યારે એક પાપારાઝીએ પત્રલેખાને ભાભી કહીને બોલાવી હતી. આટલું કહેતાં જ આ નવપરિણીત યુગલ જોર જોરથી હસવા લાગ્યું. એરપોર્ટ પર રાજકુમાર રાવ સફેદ ડ્રેસમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. તો સાથે જ પત્રલેખા પણ રેડ કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
https://www.instagram.com/reel/CWYlWibKgUX/?utm_source=ig_web_copy_link
રાજકુમાર રાવ અને પત્રલેખાની સગાઈ પણ ચંદીગઢના લક્ઝરી રિસોર્ટ ધ ઓબેરોય સુખવિલાસ ખાતે થઈ હતી. આ સમારોહમાં પરિવારના સભ્યો સિવાય કેટલાક નજીકના મિત્રો પણ સામેલ થયા હતા. રાજકુમાર અને પત્રલેખાની સગાઈમાં બોલિવૂડ ડિરેક્ટર ફરાહ ખાન, અભિનેત્રી હુમા કુરેશી અને તેનો ભાઈ સાકિબ સલીમ પણ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો :પ્રીતિ ઝિન્ટાના ઘરે ગુંજી કિલકારીઓ, સેરોગેસી દ્વારા બની જોડિયા બાળકોની માતા
જણાવી દઈએ કે પત્રલેખા પહેલીવાર રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘સિટી લાઈટ્સ (2014)’માં જોવા મળી હતી. જણાવી દઈએ કે રાજકુમાર રાવની ફિલ્મ ‘હમ દો હમારે દો’ હાલમાં જ રીલિઝ થઈ છે.
આ પણ વાંચો :સપના ચૌધરી સામે ધરપકડ વોરંટ ઇસ્યુ, જાણો શું છે સમગ્ર મામલો
આ પણ વાંચો : સલમાન ખાને કોરોના રસીને લઈને લોકોને કરી આ અપીલ, જાણો શું કહ્યું એક્ટરે
આ પણ વાંચો :મહાત્મા ગાંધી વિરૂદ્વ નિવેદન મામલે કંગના પર કોંગ્રેસ કાયદાકીય કાર્યવાહી કરશે…
