ભારતનાં મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે તાજેતરમાં સમાપ્ત થયેલા ICC મેન્સ T20 વર્લ્ડકપ 2021માંથી તેની શ્રેષ્ઠ પ્લેઇંગ XI પસંદ કરી, જેમાં તેણે કોઈપણ ભારતીય ક્રિકેટરને સામેલ ન કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટનાં ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ ગઈ હતી.
આ પણ વાંચો – Cricket / શોએબ મલિક ટૂર્નામેન્ટ અધ વચ્ચે છોડી જશે દુબઈ, કારણ જાણી ટેન્શનમાં આવશે પાક. ફેન
આઠ વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ સચિન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. આવી સ્થિતિમાં સોમવારે તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. સચિને શેર કરેલો આ વીડિયો એક ગામનો છે, જેમાં બે બાળકો ક્રિકેટ રમી રહ્યા છે અને તેમની સાથે એક કૂતરો વિકેટકીપરની સાથે સાથે ફિલ્ડિંગની ભૂમિકા પણ નિભાવી રહ્યો છે. સચિને આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું, ‘આ વીડિયો એક મિત્ર પાસેથી મળ્યો છે. આ જોઈને મારે કહેવું જોઈએ, ઝડપી બોલ પકડવાની કુશળતા. અમે ક્રિકેટમાં વિકેટકીપર, ફિલ્ડર અને ઓલરાઉન્ડર જોયા છે, પરંતુ તમે તેને શું નામ આપશો?” વીડિયોમાં બે બાળકો ક્રિકેટ રમતા જોવા મળે છે. તેમણે સ્ટમ્પની જગ્યાએ લાકડાની ડંડીઓ મુકી છે અને બોલ ફેંકતાની સાથે જ કૂતરો વિકેટની પાછળ ઊભો રહી જાય છે. આ પછી તે બોલને મોંથી પકડે છે. આગળની બોલ પર, કૂતરો બીજી બાજુથી બોલ ઉપાડે છે.
Received this from a friend and I must say, those are some 'sharp' ball catching skills 😉
We've seen wicket-keepers, fielders and all-rounders in cricket, but what would you name this? 😄 pic.twitter.com/tKyFvmCn4v
— Sachin Tendulkar (@sachin_rt) November 22, 2021
આ પણ વાંચો – Cricket / હાર્દિક પંડ્યાની મુસિબત વધી, BCCI એ કહ્યુ- દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે સાબિત કરો Fitness
આ વીડિયોને ટ્વિટર પર અત્યાર સુધીમાં 1.6 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. ઉપરાંત, તેને 19000 થી વધુ લાઈક્સ મળી છે અને તેને 2500 થી વધુ વખત રીટ્વીટ કરવામાં આવી છે. સચિને હાલમાં જ T20 વર્લ્ડકપમાં સેમિફાઇનલની ચારેય ટીમોને જોડીને તેની સર્વશ્રેષ્ઠ ઇલેવન બનાવી હતી, જેમાં તેણે ઓસ્ટ્રેલિયાનાં 5 ખેલાડીઓને તેની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યા હતા. જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે સચિન તેંડુલકરે પોતાની સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર કોઈ વાયરલ વીડિયો શેર કર્યો હોય. અગાઉ, ઓક્ટોબરમાં, ‘માસ્ટર બ્લાસ્ટર’ એ તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં એક બાળક શાનદાર લેગ-સ્પિન બોલિંગ કરતો અને બેટ્સમેનોને બેક-ટૂ-બેક આઉટ કરતો જોવા મળ્યો હતો.
