કોરોનાના નવા વેરિયન્ટે દક્ષિણ આફ્રિકાની સરકારની ઉંઘ ઉડાવી દીધી છે. દક્ષિણ આફ્રિકન સરકારે તાત્કાલીક ધોરણે આ નવા વાયરસથી સંક્રમિત લોકોની ઓળખ મેળવવા કવાયત હાથ ધરી છે.બીજી તરફ ભારત સરકારના સ્વાસ્થ્ય સચિવે પણ તમામ રાજ્યોને પત્ર લખ્યો છે અને બહારના દેશોમાંથી આવતા યાત્રિકોની સઘન સ્વાસ્થ્ય તપાસ કરવા નિર્દેશ કર્યા છે.
આ પણ વાંચો :કોરોનાના નવા સ્ટ્રેનના લીધે બ્રિટને 6 આફ્રિકન દેશોના પ્રવાસ પ્રતિબંધ લગાવ્યો…
દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસનો નવો વેરિયેન્ટ મળ્યો છે. દક્ષિણ આફ્રિકામાં 100થી વધુ લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ વેરિયેન્ટ સામે આવ્યા બાદ દક્ષિણ આફ્રિકાની સરકાર ખાનગી લેબોરેટરીઝ સાથે મળીને મોટાપાયે આ વેરિયેન્ટથી સંક્રમિત લોકોની ઓળખ કરી રહી છે. હજુ સુધી એ નથી જાણી શકાયું કે આ વેરિયેન્ટ કેટલો ખતરનાક છે. ભારત સરકારના સ્વાસ્થ્ય સચિવે નિર્દેશ જારી કર્યો છે કે ભારત આવનારા તમામ આંતરરાષ્ટ્રીય યાત્રિકોની સઘન કોરોના તપાસ કરવામાં આવે.
નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસિઝના જણાવ્યા અનુસાર આ નવા કોરોના વાયરસ વેરિયેન્ટનું નામ છે B.1.1.529 આ વાયરસ કેટલો ખતરનાક છે તે જાણવા માટે દક્ષિણ આફ્રિકાની સરકારે NGS-SAની સદસ્ય સરકારી પ્રયોગશાળાઓ અને ખાનગી પ્રયોગશાળાઓને તાત્કાલિક ધોરણે જીનોમ સિક્વેન્સિંગ કરવાની સલાહ આપી છે.દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના નવા વેરિયેન્ટને પગલે ભારત સરકાર પણ સતર્ક થઇ ગઇ છે.
આ પણ વાંચો :રિઝર્વ ક્રૂડ આપવાના મામલે ચીનની આનાકાની,અમારી જરૂરિયાત મુજબ આપીશું…
ભારત સરકારના સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે તમામ રાજ્યોને પત્ર લખ્યો છે.. આ પત્રમાં તેમણે લખ્યું છે કે કોરોનાના નવા વેરિયેન્ટના કેસો ખુબજ ઝડપથી વધી રહ્યા છે. વિઝા સંબંધી અને પ્રવેશ સંબંધી છૂટના સંજોગોમાં દેશમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે. એટલે તમામ રાજ્ય બહારના દેશોમાંથી આવનારા તમામ યાત્રિકોની સઘન સ્વાસ્થ્ય તપાસ કરે.
B.1.1.529 વેરિયેન્ટના સૌથી વધુ કેસ ગાવટેંગ, નોર્થ વેસ્ટ, અને લિમ્પોપોમાં સામે આવ્યા છે. પરંતુ દક્ષિણ આફ્રિકાની સરકારે સમગ્ર દેશના તમામ રાજ્યોના સ્વાસ્થ્ય પ્રશાસનને સચેત કરી દીધા છે.
આ પણ વાંચો :કાવતરાખોર લખવી સહિત સાત આતંકવાદીઓ ઝડપાયા,પરંતુ કોઈ કાર્યવાહી ન થઇ
આ પણ વાંચો :ચીનની 12થી વધુ કંપનીઓને બ્લેકલિસ્ટમાં મૂકી, પાકિસ્તાન સાથે હતા સંબંધો
આ પણ વાંચો :સરમુખત્યાર ગદ્દાફીના પુત્રને રાષ્ટ્રપતિ પદ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યો
