ભારત આવતા મહિને દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસે જવાનું છે. આ પ્રવાસમાં ટીમને ત્રણ-ત્રણ મેચની ટેસ્ટ, વન-ડે અને T20 આંતરરાષ્ટ્રીય સીરીઝ રમવાની છે. જોકે, સાઉથ આફ્રિકામાં કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટનાં આગમનથી, પ્રવાસની શરૂઆત પહેલા જ તેના પર સવાલો ઉભા થયા છે. વિશ્વનાં તમામ દેશો દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહ્યા છે. ભારત A ટીમ હાલ દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસે છે. ટીમ ઈન્ડિયા ડિસેમ્બરનાં બીજા સપ્તાહમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થવાની છે. આ દરમિયાન BCCIએ આ પ્રવાસ અંગે અપડેટ આપી છે.

આ પણ વાંચો – IND Vs NZ / ભારતીય ટીમનાં 16 બેટ્સમેન જેમણે પોતાની ડેબ્યૂ મેચમાં ફટકારી હતી સદી, અહી જુઓ તેમની યાદી
કોરોનાનાં નવા વેરિઅન્ટે ફરી એકવાર વિશ્વને મુશ્કેલીમાં મુકી દીધા છે અને સાથે જ ક્રિકેટ માટે પણ મુશ્કેલી ઉભી કરી છે. આ નવું વેરિઅન્ટ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું છે. વળી, તે ડેલ્ટા કરતા પણ વધુ ખતરનાક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને, નેધરલેન્ડ્સે તેની દક્ષિણ આફ્રિકા સીરીઝને મધ્યમાં અટકાવી દીધી છે. અને હવે આ પછી ભારતની સીરીઝ પણ ખતરામાં દેખાઇ રહી છે. ભારતની ટીમ આવતા મહિને દક્ષિણ આફ્રિકા જવાની છે, જ્યાં ટેસ્ટની સાથે વન-ડે અને T20 મેચો રમાવાની છે. હવે આવી સ્થિતિમાં દરેક માટે ચિંતાનો વિષય છે કે આવતા મહિને સાઉથ આફ્રિકા જવાનું સુરક્ષિત રહેશે. ભારતે પોતાની મેચ જોહાનિસબર્ગ, સેન્ચુરિયન, પાર્લ અને કેપટાઉનમાં રમવાની છે. અને જ્યાં આ વેરિઅન્ટ બહાર આવ્યો છે, તે ફક્ત જોહાનિસબર્ગ અને સેન્ચુરિયનની નજીક છે. એટલે કે, આ સ્થાનો આ વેરિઅન્ટનાં આવરણ હેઠળ આવી શકે છે. જેમ તમે જાણો છો કે ભારત A ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસે છે. BCCI સંપૂર્ણપણે ખેલાડીઓનાં સંપર્કમાં છે. અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો – IPL / Retention યાદી તૈયાર થાય તે પહેલા Chris Gayle ની ધમાકેદાર બેટિંગ, જુઓ Video
આ સાથે BCCI દક્ષિણ આફ્રિકા બોર્ડ સાથે પણ વાત કરી રહ્યું છે. જો સ્થિતિ વધુ બગડશે તો ટીમને ત્યાંથી પરત બોલાવવામાં આવશે. અને આવતા મહિનાની ટૂર પણ કેન્સલ થઈ શકે છે. અત્યારે ટીમ 8 કે 9 ડિસેમ્બરે આફ્રિકા જવા રવાના થવાની છે. એટલે કે, સ્પષ્ટ છે કે કોરોનાનાં આ વેરિઅન્ટે BCCI માટે પણ મુશ્કેલી ઊભી કરી છે. આપને જણાવી દઈએ કે, વૈજ્ઞાનિકોએ કોરોનાનાં આ નવા વેરિઅન્ટને ખૂબ જ ખતરનાક ગણાવ્યો છે. તેમના મતે, આ તમારા સેલ્સ પર સીધો હુમલો કરે છે. હવે તમે રસી લીધી છે કે નહીં, આ વેરિઅન્ટ પર કોઈ અસર નથી.
