Not Set/ સસરાની નકલ કરી સત્તા મેળવવાનો ભાવાત્મક દાવ

આંધ્રમાં પૂર્વ મુખ્યમંત્રી એન.ટી. રામારાવ જેવી સત્તા મળે તો જ આંધ્ર વિધાનસભામાં પ્રવેશ કરવાની તેમના જમાઈ અને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની પ્રતિજ્ઞા પુરી થશે ખરી ?

India Trending
આંધ્રમાં સસરાની નકલ કરી સત્તા મેળવવાનો ભાવાત્મક દાવ

દક્ષિણના જે પાંચ મુખ્ય રાજ્યો છે તે પૈકી ત્રણ રાજ્યો આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને તેલંગણામાં પ્રાદેશિક પક્ષોનું શાસન છે. કેરળમાં ડાબેરી મોરચાનું અને પોંડીચેરીમાં અસંતુષ્ઠ કોંગ્રેસીઓએ રચેલા સ્થાનિક પક્ષ અને આયાતી કોંગ્રેસીવાળા ભાજપનું મિશ્ર શાસન છે. આ સંજાેગો વચ્ચે કર્ણાટકમાં ભાજપે પક્ષપલ્ટા દ્વારા મેળવેલું શાસન છે. ટૂંકમાં પોંડીચેરી અને કર્ણાટક સિવાયના રાજ્યોમાં ભાજપે નહિવત કે પરાણે મેળવેલી હાજરી છે. આંધ્રપ્રદેશમાં એક યા બીજી રીતે કોંગ્રેસનો ગઢ એક જમાનામાં હતો પણ ૧૯૮૨માં ફિલ્મ અભિનેતા એન.ટી. રામારાવે ગઢ તોડ્યો અને ત્યારબાદ ત્યાં એક યા બીજી રીતે તેમના પક્ષ ટીડીપીનું અસ્તિત્વ ઉભું થયું છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ટીડીપી સાથે જાેડાણ કરતાં ભાગીદારીમાં સત્તા પણ કબ્જે કરી હતી અને લોકસભામાં વધુ બેઠકો પણ મેળવી હતી. આ વખતે પણ આંધ્રનું વિભાજન થઈ ચૂક્યું હતું. ત્યાંથી અલગ પડેલા તેલંગણામાં સ્થાનિક પક્ષ ટી.આર.એસ.નું શાસન આવ્યું હતું. જે સતત બીજીવાર ચાલું છે અને ૨૦૨૩ના અંતમાં ત્યાં પણ વિધાનસભાની ચૂંટણી છે. ૨૦૧૯માં આંધ્રમાં પૂર્વ કોંગ્રેસી મુખ્યમંત્રીના પુત્ર જગનમોહન રેડીના પુત્ર વાય.આર.એસ. કોંગ્રેસનું શાસન છે. વિધાનસભામાં તોતીંગ બહુમતી છે અને લોકસભામાં બેઠક સંખ્યામાં તેનો કોંગ્રેસ ડીએમકે પછી ત્રીજાે અને ભાજપ પછી ૪થો નંબર છે. જગનમોહન રેડી ભાજપ અને કોંગ્રેસ બન્નેથી સમાન અંતર રાખે છે. જાેકે લોકસભા અને રાજ્યસભામાં કેટલાક ઠરાવો વખતે તેમણે મોદી સરકારની તરફેણમાં મત ચોક્કસ આપ્યો છે.

હવે આ આંધ્રપ્રદેશમાં હાલ જગનમોહન રેડ્ડીના પક્ષ વાય.આર.એસ. કોંગ્રેસનું શાસન છે. પોતાના પિતાના આકસ્મિક અવસાન બાદ મુખ્યમંત્રી બનવાનો તેમનો દાવ હતો. પણ કોંગ્રેસી મોવડી મંડળે તેમને મુખ્યમંત્રી ન બનાવ્યા તેથી તેમણે કોંગ્રેસ સાથેના વારસાગત સંબંધો પર પુર્ણવિરામ મૂકી છેડો ફાડ્યો અને ઉપર જણાવી ગયા તે પ્રમાણે વાય.આર.એસ. કોંગ્રેસ નામનો નવો પક્ષ રચ્યો તે વખતની કેન્દ્ર સરકારે ઈડી સીબીઆઈ સહિતની સંસ્થાઓનો ઉપયોગ કરી આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવાના પ્રકરણમાં તેમને અમુક સમય સુધી તો જેલમાં ધકેલી દીધા હતાં. ૨૦૧૪માં તેઓ મુક્ત હતાં અને તેમનો પક્ષ ચૂંટણી પણ લડ્યો હતો પણ તેલુગુદેશમ ભાજપના જાેડાણ સામે ફાવ્યો નહોતો. હવે ૨૦૧૯માં તેમણે પોતાની સર્વોપરિતા પૂરવાર કરી અને આંધ્રમાં સત્તા મેળવીને ત્યાં પોતાની સર્વોપરિતા પણ પૂરવાર કરી હતી.
અત્યારે આંધ્રપ્રદેશ વિધાનસભામાં ૩૦ આસપાસ સભ્યો સાથે તેલુગુદેશમ મુખ્ય વિરોધ પક્ષ છે. કોંગ્રેસ ખુણામાં બેસે છે અને ભાજપે માત્રને માત્ર હાજરી જ પુરાવી છે. ટૂંકમાં ત્યાં શાસક અને વિપક્ષ બન્ને પ્રાદેશિક પક્ષો છે. હવે વિપક્ષના નેતા તરીકે પૂર્વ મુખ્યમંત્રી અને પોતાના શાસનમાં કોમ્પ્યુટર શિક્ષણને અને ઉપયોગને વધુમાં વધુ મહત્ત્વ આપી કોમ્પ્યુટર મેન તરીકેનું બિરૂદ મેળનાર ચંદ્રાબાબુ નાયડુ છે. તેઓ વિરોધ પક્ષ તરીકે બરાબર કામગીરી કરે છે. ભાજપ શાસિત રાજ્યોમાં જ્યાં કોંગ્રેસ કરતાં તેઓ આંધ્રમાં જવાબદાર વિપક્ષ તરીકેની ભૂમિકા બરાબર ભજવે છે. હવે ગુરૂવારે આંધ્રપ્રદેશ વિધાનસભામાં ચર્ચા ચાલુ હતી. ચંદ્રાબાબુ નાયડુ પોતાની વાત રજૂ કરી રહ્યા હતા તેવે સમયે એક ખેલ ખેલાયો. શાસક વાય.આર.એસ. કોંગ્રેસના આગેવાનો દ્વારા તેમને બોલતા અટકાવવાનો પ્રયાસ થયો. હોહા અને દેકારા પણ થયા. રામારાવ અને ચંદ્રાબાબુ બન્ને વિશે વાય.આર.એસ. કોંગ્રેસના ઘણા ધારાસભ્યોઓએ અપમાનજનક ઉચ્ચારણો કર્યા હોવાના અખબારી અહેવાલો છે. આ સંજાેગો વચ્ચે પોતાની વ્યથા વ્યક્ત કરવા માગતા ચંદ્રાબાબુ નાયડુનું માઈક પણ સ્પીકરે બંધ કરાવી દીધું. આથી નાયડુએ પોતાના પક્ષના ધારાસભ્યો સાથે બહાર નીકળી પોતાની વિપક્ષી નેતા તરીકે મળેલી ચેમ્બરમાં આવી ગયા ત્યાં પોતાના પક્ષના ધારાસભ્યો સાથે વાતચીત કરતી વખતે ભાવુક બનીને રડી પણ પડ્યા પછી પ્રચાર માધ્યમોને બોલાવીને તેમણે એવી જાહેરાત પણ કરી દીધી કે પોતાને સત્તા નહી મળે એટલે કે પોતે મુખ્યમંત્રી નહિ બને ત્યાં સુધી આંધ્રપ્રદેશ વિધાનસભામાં પગ નહિ મૂકે.


આંધ્રપ્રદેશના અખબારોએ તો ચંદ્રાબાબુ નાયડુના આ વલણની નોંધ પણ લઈને લખ્યું છે કે આ તેમનો પબ્લિસીટી સ્ટંટ તો નથી ને ? એક અખબારે ૧૯૮૨માં પહેલા સતત કોંગ્રેસી શાસનનો દોર ચાલું હતો તેવે સમયે કોંગ્રેસી ધારાસભ્યો અને આગેવાનોએ આંધ્રના તત્કાલીન મુખ્યમંત્રી ટી.એન્જૈયાનું અપમાન કર્યંુ તે વખતે રામારાવે આ પ્રશ્નને આંધ્રનું અપમાન ગણાવી નિર્ધાર જાહેર કર્યો કે પોતે મુખ્યમંત્રી બન્યા પછી જ આંધ્ર વિધાનસભા સંકુલમાં પગ મુકશે તેવી અભિનેતા દિગ્દર્શક એવા એન.ટી. રામારાવે જાહેરાત કરી તેઓ વર્ષો જૂના કોંગ્રેસી શાસનનો અંત લાવીને મુખ્યમંત્રી બન્યા પણ ખરા. ત્યારબાદ ચંદ્રાબાબુ નાયડુ ટીડીપી અને રાજ્યનું સુકાન બે વખત સંભાળ્યું. ૨૦૧૪માં ભાજપ સાથે જાેડાણ કરીને એટલે કે આંધ્રપ્રદેશમાં એન.ડી.એ.ના ઘટક તરીકે સત્તા સંભાળી હતી. આંધ્રમાં તે વખતે કોંગ્રેસનો તો બરાબર સફાયો થયો હતો પરંતુ જગમોહન રેડ્ડીનો પક્ષ પણ ફાવ્યો નહોતો.


પરંતુ અગાઉ જણાવી ગયા તે પ્રમાણે જગનમોહન રેડ્ડીના પક્ષ વાય.આર.એસ. કોંગ્રેસે નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. તે એક વાસ્તવિકતા છે. આજ વાસ્તવિક મિત્ર છે. જેની નોંધ લીધા વગર ચાલે તેવું નથી. હવે ચંદ્રાબાબુ નાયડુએ અઢી વર્ષમાં સત્તાધારી વાય.આર.એસ. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા તેમનું સતત અપમાન કરવામાં આવ્યું હોવાની વિગતો જાહેર કરી. સાથોસાથ ભાવુક થઈને એમ પણ કહ્યું કે ‘મારી પત્ની કે જે રાજકારણમાં છે જ નહિ તેના વિષે પણ ગમે તેવા શબ્દપ્રયોગ થયો છે.’ વાય.આર.એસ.કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોનું આવું વર્તન સત્તા અને અહંકારના મદ સમાન છે તેવું ચોક્કસ કહી શકાય તો સત્તા પ્રાપ્ત કર્યા બાદ જ આંધ્રપ્રદેસ વિધાનસભામાં પ્રવેશ કરીશ તેવી ટીડીપીના આ મોવડીની વાત પણ પોતાના સસરા અને ટીડીપીના સ્થાપક અને પુર્વ મુખ્યમંત્રી અને પોતે જેની આંગળી પકડીને આગળ વધ્યા તે આંધ્રના પુર્વ મુખ્યમંત્રી એન.ટી. રામારાવની નકલ સમાન છે. રામારાવની આવી પ્રતિત્રા પુર્ણ થઈ હતી પણ ચંદ્રાબાબુ નાયડુ આમાં કેટલા સફળ થાય છે તે જાેવાનું રહે છે.