શિયાળુ સત્રના પહેલા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કૃષિ કાયદા પરત લેવાનું વચન પૂર્ણ કર્યુ છે. લોકસભા બાદ હવે રાજ્યસભામાંથી પણ કૃષિ કાયદાને પરત ખેંચવા માટેનું બિલ પસાર કરવામાં આવ્યું છે. વિપક્ષના હોબાળા વચ્ચે બિલને મંજૂરી આપવામાં આવી છે. હવે રાષ્ટ્રપતિની સહીથી કાયદાઓ પરત ખેંચવાની ઔપચારિકતા પૂર્ણ થશે. આ કાયદાઓ હટાવ્યા બાદ હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું ખેડૂત આંદોલનકારીઓ હવે તેમના ઘરે પરત ફરશે કે પછી તેઓ ત્યાંજ રહેશે. જો કે, રાકેશ ટિકૈત સહિત ઘણા ખેડૂત નેતાઓએ તાત્કાલિક વાપસીની શક્યતાને નકારી કાઢી છે.
રાકેશ ટિકૈતે કહ્યું કે અમારી મુખ્ય માંગ MSP કાયદો છે. સરકાર તેના પર કોઈ પગલાં લેતી કે વાત કરતી હોય એવું જણાતું નથી. તેમણે કહ્યું કે જો સરકાર આ અને અન્ય કેટલાક મુદ્દાઓ પર આગળ વધે છે તો અમે આંદોલનની વાપસી પર વિચાર કરી શકીએ છીએ.
Union Agriculture Minister Narendra Singh Tomar tables the Farm Laws Repeal Bill 2021 in Rajya Sabha
The Bill has been passed in the Lok Sabha. pic.twitter.com/dXsbwZKVRy
— ANI (@ANI) November 29, 2021
અગાઉ, ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને પાછી ખેંચવા સંબંધિત બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષના હોબાળા વચ્ચે કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે તેને ગૃહના ટેબલ પર મૂક્યો. વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભામાં બિલ પસાર કરવામાં આવ્યું હતું. લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ ગૃહમાં આ બિલ પર ચર્ચાની માંગ કરી છે.
