બોલિવૂડ એક્ટર રણવીર સિંહની ફિલ્મ 83 નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. નિર્માતાઓએ ટ્રેલરનાં આવવા વિશે ચાહકોને પહેલેથી જ જાણ કરી દીધી હતી. આ ફિલ્મનાં ટ્રેલરનાં આગમનની માહિતી રણવીર સિંહે પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી હતી. ટ્રેલર જોયા પછી દરેકનાં રુંવાટા ઉભા થઇ રહ્યા છે, આવી સ્થિતિમાં આ ટ્રેલર ફિલ્મ જોવાની ઉત્સુકતા અનેકગણી વધી રહી છે. ટ્રેલરમાં, દરેક રણવીર સિંહ અને કપિલ દેવ વચ્ચે કન્ફ્યૂઝ થઇ જશે.
આ પણ વાંચો – કોરિયોગ્રાફર શિવાશંકરનું નિધન / નેશનલ એવોર્ડ વિનિંગ કોરિયોગ્રાફર શિવા શંકરનું કોરોનાના કારણે નિધન
બોલિવૂડ એક્ટર રણવીર સિંહની ફિલ્મ ’83’નું ટ્રેલર રિલીઝ થતાં જ હવે ફેન્સની રાહ પૂરી થઈ ગઈ છે. હા, કબીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું ટ્રેલર આજે એટલે કે મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં જ્યાં રણવીર સિંહ પૂર્વ ક્રિકેટર અને ભારતીય ટીમનાં કેપ્ટન કપિલ દેવનાં રોલમાં જોવા મળશે, જ્યારે દીપિકા પાદુકોણ ફિલ્મમાં તેની પત્નીનાં રોલમાં જોવા મળશે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે ફિલ્મનાં ટ્રેલરની સાથે આ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. રણવીર સિંહે પોતે જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ફિલ્મ ’83’નાં ટ્રેલરનાં આગમનની જાણકારી તેના ચાહકોને આપી હતી. નોંધનીય છે કે, આ ફિલ્મની જાહેરાત વર્ષ 2019માં જ કરવામાં આવી હતી, પરંતુ કોવિડ-19 રોગચાળાને કારણે આ ફિલ્મ સહિત ઘણી ફિલ્મોનું શૂટિંગ સ્થગિત કરવું પડ્યું હતું. જો કે પહેલા આ ફિલ્મ 10 એપ્રિલ 2020નાં રોજ રિલીઝ થવાની હતી, પરંતુ મેકર્સે રિલીઝ ડેટ મોકૂફ રાખવી પડી હતી અને હવે આખરે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો – Movie Masala / જાણો, ક્યારે રિલીઝ થશે ફિલ્મ RRR નું ટ્રેલર, એલાન થતાં જ સોશિયલ મીડિયા પર થયું ટ્રેન્ડ
ઉલ્લેખનીય છે કે, ફિલ્મની Story 1983નાં ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતની જીતની સ્ટોરી પર આધારિત છે. આ દરમિયાન ભારતીય ટીમનાં કેપ્ટન કપિલ દેવ હતા, જેમની કેપ્ટનશીપમાં ભારતે વર્લ્ડકપમાં શાનદાર જીત મેળવી હતી. હવે આ ફિલ્મ દ્વારા ફરી એકવાર વર્લ્ડકપની યાદો તાજી થશે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની આ ફિલ્મ 24 ડિસેમ્બર 2021નાં રોજ રિલીઝ થઈ રહી છે.