IPL 2022/ Retain કરવામાં આવેલા ખેલાડીઓની યાદી જાહેર, MI અને CSK એ રીટેન્શનમાં મારી બાજી

છેલ્લા કેટલાક દિવસોથી, IPL ચાહકો ફ્રેન્ચાઇઝી દ્વારા જાળવી રાખવામાં આવેલા ખેલાડીઓનાં નામ જાણવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, જેની જાહેરાત હવે થઇ ગઇ છે.

Top Stories Sports
IPL 2022 Retained Players

IPL 2022 માં કયા ખેલાડીને રીટેન કરવામાં આવ્યા તેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી રહી છે. બધા IPL પ્રેમીઓ એ જાણવા માટે ઉત્સુક છે કે તેમના મનપસંદ ખેલાડીને જાળવી રાખવામાં આવ્યો છે કે નહીં અથવા તેમની મનપસંદ ટીમ દ્વારા કયા ખેલાડીને જાળવી રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો – Cricket / આ બે ખેલાડીઓ IPL ની આગામી સીઝનમાં નહી હોય સનરાઇઝર્સ હૈદરાબાદનો હિસ્સો

છેલ્લા કેટલાક દિવસોથી, IPL ચાહકો ફ્રેન્ચાઇઝી દ્વારા જાળવી રાખવામાં આવેલા ખેલાડીઓનાં નામ જાણવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, જેની જાહેરાત હવે થઇ ગઇ છે. વર્તમાન આઠ ટીમોએ IPL 2022 માટે રીટેન કરાયેલા ખેલાડીઓ જાહેર કર્યા છે. જ્યાં એક તરફ ઘણા યુવા ખેલાડીઓનું નસીબ રોળાઈ ગયું હતું, તો બીજી તરફ ઘણા દિગ્ગજ ખેલાડીઓ પોતાની ટીમથી અલગ થઈ ગયા હતા. જો કે, ઘણી ટીમો આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાનારી મેગા હરાજીમાં રીલીઝ થયેલા ખેલાડીઓને ફરીથી ઉમેરી શકે છે. આ વખતે 8 ટીમોમાં 4 અનકેપ્ડ ખેલાડીઓને જાળવી રાખવામાં આવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે રીટેન્શનમાં બાજી મારી હતી.

Retained players list

ચેન્નાઈ સુપર કિંગ્સ

રવિન્દ્ર જાડેજા (રૂ. 16 કરોડ), એમએસ ધોની (રૂ. 12 કરોડ), મોઈન અલી (રૂ. 8 કરોડ) અને રૂતુરાજ ગાયકવાડ (રૂ. 6 કરોડ). સૌથી મોટી વાત એ છે કે રવિન્દ્ર જાડેજાને પ્રથમ રીટેન્શન મળ્યું છે, જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીને બીજું રીટેન્શન મળ્યું છે. એટલે કે રવિન્દ્ર જાડેજાને 16 કરોડ અને ધોનીને 12 કરોડ મળશે. ત્રીજુ રીટેન્શન મોઈન અલીનું છે એટલે કે તેને 8 કરોડ રૂપિયા મળશે. ગાયકવાડને ચોથા રીટેન્શન તરીકે રૂ. 6 કરોડ મળશે. ચેન્નાઈ પાસે હરાજી માટે 48 કરોડ રૂપિયા બાકી છે.

મુંબઈ ઈન્ડિયન્સ

રોહિત શર્મા (રૂ. 16 કરોડ), જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને કિરોન પોલાર્ડ. આ સાથે ઈશાન કિશન, હાર્દિક પંડ્યા અને ટ્રેન્ટ બોલ્ટ જેવા મોટા નામ પણ આ ટીમમાંથી આઉટ થઈ ગયા છે. આમા અગાઉ હાર્દિક પંડ્યા અને ટ્રેન્ટ બોલ્ટની પણ કોઈ શક્યતા ન હોતી, પરંતુ ઈશાન કિશન મોટો દાવેદાર હોવાનું કહેવામાં આવી રહ્યું હતું પરંતુ તેનું નામ રીટેન્શન લિસ્ટમાં મળી શક્યું નથી. સૌથી મોટી વાત એ છે કે કિરોન પોલાર્ડને ચોથા ખેલાડી તરીકે યથાવત રાખવામાં આવ્યો છે એટલે કે તેને 6 કરોડ રૂપિયા જ્યારે સૂર્ય કુમારને 8 કરોડ રૂપિયા મળશે. હવે મુંબઈમાં હરાજી માટે 48 કરોડ રૂપિયા બાકી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

વિરાટ કોહલી (રૂ. 15 કરોડ), ગ્લેન મેક્સવેલ (રૂ. 11 કરોડ) અને મોહમ્મદ સિરાજ (રૂ. 7 કરોડ). યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ અને દેવદત્ત પડિકલને RCB તરફથી મોટા દાવેદાર માનવામાં આવતા હતા પરંતુ તેમાંથી કોઈને જાળવી રાખવામાં આવ્યા ન હોતા. ગત સીઝનમાં હર્ષલ પટેલે સૌથી વધુ વિકેટ લીધી હતી. આ સિવાય યુઝવેન્દ્ર ચહલે પણ શાનદાર બોલિંગ કરી હતી પરંતુ તેઓ કોઈ સ્થાન મેળવી શક્યા નથી. એબી ડી વિલિયર્સ પણ RCB માં એક મોટું નામ હતું પરંતુ તેણે થોડા દિવસો પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે બેંગ્લોર પાસે હરાજી માટે 57 કરોડ બાકી છે.

પંજાબ કિંગ્સ

મયંક અગ્રવાલ (રૂ. 12 કરોડ) અને અર્શદીપ સિંહ (રૂ. 4 કરોડ). પંજાબ ટીમનાં કેપ્ટન કેએલ રાહુલ પહેલાથી જ ખસી જવાની આશંકા હતી. આ સિવાય ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, ડેવિડ મલાન જેવા ખેલાડીઓને પણ રીટેન કરવામાં આવ્યા નથી. કેએલ રાહુલ વિશે આપને જણાવી દઈએ કે તેના લખનઉ જવાની ચર્ચા ચાલી રહી છે. પંજાબ કિંગ્સનાં કોચ અનિલ કુંબલેએ સ્પષ્ટતા કરી છે કે કેએલ રાહુલે પોતે આ વાતનો ઇનકાર કર્યો હતો કે તે ટીમ સાથે જોડાવા માંગતો નથી. હવે પંજાબ પાસે હરાજી માટે 72 કરોડ રૂપિયા બાકી છે.

રાજસ્થાન રોયલ્સ

સંજુ સેમસન (રૂ. 14 કરોડ), જોસ બટલર (રૂ. 10 કરોડ) અને યશસ્વી જયસ્વાલ (રૂ. 8 કરોડ). માત્ર આ ત્રણ ખેલાડીઓને જ જાળવી રાખવામાં આવ્યા છે. ગત IPLમાં IPL ઈતિહાસનાં સૌથી મોંઘા ખેલાડીને રાજસ્થાન રોયલ્સે ક્રિસ મોરિસનાં રૂપમાં ખરીદ્યો હતો પરંતુ આ વખતે તેને રીટેન પણ કર્યો નથી. આ સિવાય બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચર જેવા મોટા નામોને પણ સામેલ કરવામાં આવ્યા નથી. સંજુ સેમસનને 14 કરોડ અને જોસ બટલરને 10 કરોડમાં રીટેન કરવામાં આવ્યો છે. યશસ્વી જયસ્વાલને 4 કરોડમાં જાળવી રાખવામાં આવ્યો છે. રાજસ્થાન રોયલ્સ સામે હવે હરાજી માટે 62 કરોડ બાકી છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ

કેન વિલિયમસન (14), અબ્દુલ સમદ (4) અને ઉમરાન મલિક (4). કેન વિલિયમસનને 14 કરોડ રૂપિયામાં રીટેન કરવામાં આવ્યો છે. અન્ય બે ખેલાડીઓને 4-4 કરોડ રૂપિયામાં રીટેન કરવામાં આવ્યા છે. હૈદરાબાદની ટીમમાં રાશિદ ખાનને જાળવી રાખવાની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ બાદમાં એવા અહેવાલ આવ્યા હતા કે તે રીટેન થવા માંગતો નથી. જો કે હૈદરાબાદની ટીમે સ્પષ્ટ કર્યું છે કે જો રાશિદ ખાન હરાજીમાં આવશે તો તેને ફરીથી ખરીદવાના પ્રયાસો કરવામાં આવશે. કેન વિલિયમસન કેપ્ટન તરીકે ટીમની કમાન સંભાળશે. હૈદરાબાદ પાસે IPL 2022ની હરાજી માટે 68 કરોડ બાકી છે.

દિલ્હી કેપિટલ્સ

ઋષભ પંત (16 કરોડ), અક્ષર પટેલ (9 કરોડ), પૃથ્વી શો (75 કરોડ) અને એનરિચ નોર્કિયા (6.5 કરોડ). આ સાથે સ્ટીવ સ્મિથ, શિખર ધવન, રવિચંદ્રન અશ્વિન, કેસિગો રબાડા જેવા ઘણા મોટા ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. રીટેન કરાયેલા ખેલાડીઓમાં ખાસ વાત એ છે કે ઋષભ પંત નંબર વન પર છે એટલે કે 16 કરોડમાં તેને રીટેન કરવામાં આવ્યો છે. અક્ષર પટેલ બીજા નંબર પર છે એટલે કે તેને 12 કરોડ મળશે. ત્રીજા નંબર પર પૃથ્વી શૉ છે, જેને 8 કરોડ મળશે, જ્યારે નોર્કિયા ચોથા નંબર પર છે એટલે કે તેને 6 કરોડમાં રીટેન કરવામાં આવ્યો છે. હવે દિલ્હી કેપિટલ્સ પાસે હરાજી માટે 48 કરોડ રૂપિયા બાકી છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ

આન્દ્રે રસેલ (રૂ. 12 કરોડ), વરૂણ ચક્રવર્તી (રૂ. 8 કરોડ), વેંકટેશ ઐયર (રૂ. 8 કરોડ) અને સુનીલ નારાયણ (રૂ. 6 કરોડ). સૌથી મોટી વાત એ છે કે કેપ્ટન ઈયોન મોર્ગનને રીટેન કરવામાં આવ્યો નથી. ઈયોન મોર્ગનની કેપ્ટનશીપ હેઠળ આ ટીમ IPL 2021ની ફાઈનલ રમી હતી. વળી, શુભમન ગિલનું નામ પણ મુખ્ય રીતે ચાલી રહ્યું હતું પરંતુ તેને પણ લેખિત યાદીમાં સ્થાન મળ્યું નથી. હવે મોટો પ્રશ્ન એ પણ થશે કે આગામી સીઝનમાં ટીમની કમાન કોણ સંભાળશે. કોલકાતાનું હવે 48 કરોડ રૂપિયાનું બજેટ છે.

IPL 2022 Retained Players

ખેલાડીઓને રીટેન રાખવાનો આ હતો નિયમ

એક ફ્રેન્ચાઇઝીને વધુમાં વધુ ચાર ખેલાડીઓ જાળવી (Retain) રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. ટીમોને વિકલ્પ આપવામાં આવ્યો હતો કે તેઓ ઇચ્છે તો ત્રણ ભારતીય અને એક વિદેશી ખેલાડીને જાળવી શકે છે. આ સિવાય ટીમો પાસે એક-બે સ્થાનિક અને બે વિદેશી ખેલાડીઓનો વિકલ્પ પણ હતો. નોંધનીય છે કે હાલની આઠ ટીમો દ્વારા જાળવી રાખવામાં આવેલા ખેલાડીઓની જાહેરાત બાદ હવે બે નવી ફ્રેન્ચાઈઝી – અમદાવાદ અને લખનઉને બાકીનાં ખેલાડીઓમાંથી પસંદગી કરવાની તક મળશે. નવી ટીમો વધુમાં વધુ 3 ખેલાડીઓની પસંદગી કરી શકે છે, જે 25 ડિસેમ્બરે આપવામાં આવશે. નવી ફ્રેન્ચાઈઝીમાં બે ભારતીય અને એક વિદેશી ખેલાડીનો વિકલ્પ છે.