ઠિંગુજી તો તમે ઘણી વાર જોયા હશે. પરંતુ આજે આપણે એક એવા પરિવારની વાત કરીશું જ્યાં પરિવારના તમામ સભ્યો ઠિંગુજી છે. એક જ પરિવારના છ લોકો જેની લંબાઈ માત્ર અઢીથી ત્રણ ફૂટની જ છે.
રાપર તાલુકામાં આવેલ પલાસવા ગામના ટુકા કદવાળા ઠિંગુજી બે ભાઈઓની સરકાર અને પ્રજાજનોને અપીલ છે કે તેઓને તથા તેમના પરિવારને રોજગાર મળે. આ વાતને વિસ્તારથી જાણવા જઈએ તો આજથી વીસ વર્ષ પહેલા ટૂંકા કદવાળા આ બંને ભાઈઓને ગોલ્ડન સર્કસના માલિક બબલુ અને મુફિતભાઈ કામ કરાવવા માટે લઈ ગયા હતા. ત્યાં એક વર્ષ સુધી આ બંને ભાઈઓએ જોકર ની ભૂમિકા ભજવી હતી. પરંતુ આ બંને ભાઈઓને કાંઈ પણ મહેનતાણું આપવામાં આવ્યું નહીં.

મિત્રો, જોકર બનવું એટલું સહેલું નથી આજે આપણે સહુ એવા સમયમાં જીવી રહ્યા છે જ્યાં સૌ કોઈ પોતાની પ્રગતિ માટે દિવસ-રાત મહેનત કરે છે. કોઈ ડોક્ટર કોઈ એન્જિનિયર અથવા તો કોઈ ઉદ્યોગપતિ બનવા માંગે છે. શું તમે ક્યારેય કોઇને એમ કહેતાં સાંભળ્યું છે કે હું જોકર બનીશ ? કારણ કે ખબર છે એમ કહીશું તો સૌ કોઈ મજાક ઉડાવશે.
જરાક વિચારો આ વાત બોલવામાં એટલી અઘરી છે તો જોકર બનવું કેટલું અઘરું હશે, જે બીજાને હસાવવા માટે પોતે મજાક ના પાત્ર બની જતા હોય છે. છતાં પણ એ લોકોને મહેનતાણું ના મળે તો આ ઉપરાંત પણ એ બંને ભાઈઓ એક વર્ષ સુધી ગોલ્ડન સર્કસમાં પોતાની સેવા આપી, પછી પોતાના વતન પલાસવા ગામમાં આવી નાના-મોટા જાદુના ખેલ બતાવી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના કાળ બાદ આ બન્ને ભાઈઓ બિલકુલ બેરોજગાર છે આ બંને ભાઈઓના પરિવારમાં ટૂંકા કદવાળા કુલ ૬ લોકો છે. જેમાં ત્રણ બહેનો બે ભાઈ અને એક પિતાનો સમાવેશ થાય છે એક તો ભગવાને આમનું કદ નાનું કર્યું અને ઉપરથી દુનિયા એમનો મજાક ઉડાડે છે. આ બંને ભાઈઓને કોઈ સારું કામ આપવા તૈયાર નથી આ બન્ને ભાઈઓ માટે રોજગારી એક અભિશાપ સમાન બની ગઈ છે.
હિન્દીમાં એક કહેવત છે કે એક આંધળા માણસની સૌથી મોટી ઈચ્છા હોય છે કે તેને દ્રષ્ટિ મળી જાય એ આખી દુનિયાને પોતાની આંખોથી જોઈ શકે, એવી જ રીતે મનુષ્યને જે વસ્તુની વધારે જરૂરિયાત હોય એને એ જ વસ્તુની ઇચ્છા હોય છે આ બંને ભાઈઓની સરકાર અને પ્રજાજનોને અપીલ છે કે તેમને રોજગાર પ્રાપ્ત થાય.
હાલમાં તેમના એક ભાઈ અને ભાભી ગામમાં જ મજુરી કામ કરી અને ભાભીના પોતાના બે સંતાનો છે અને સાથે સાથે આ ૬ ટૂંકી લંબાઈ વાળા છે તેમને પણ ભરણપોષણ કરે છે અને ખર્ચ પણ આપે છે. તો આવો સૌ મળીને આ બન્ને ભાઈઓ નો અવાજ સરકાર સુધી પહોંચાડીને ફુલ નહિ તો ફુલની પાંખડી સમાન મદદ કરીએ.
