Birthday/ નેહા-રોહનપ્રીતને પસંદ આવ્યું રાજસ્થાન, લગ્ન બાદ પતિનો પહેલો બર્થ-ડે આ રીતે ઉજવ્યો   

નેહા કક્કરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રોહનપ્રીતના જન્મદિવસની ઉજવણીનો વીડિયો શેર કર્યો છે. આ સાથે તેણે લખ્યું- હેપ્પી બર્થ ડે લાઈફ રોહનપ્રીત,

Photo Gallery
નેહા

બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કરે પતિ અને પંજાબી સિંગર રોહનપ્રીત સિંહનો 27મો જન્મદિવસ પિંક સિટી એટલે કે જયપુરમાં સેલિબ્રેટ કર્યો હતો. અહીંના એક રિસોર્ટમાં નેહાએ રાત્રે કેક કાપીને રોહનપ્રીતને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને રાત્રે 12 વાગ્યે રોમેન્ટિક ગીત ‘ગલ્લા કરીયે…’ પર રોહનપ્રીત સાથે જોરદાર ડાન્સ કર્યો હતો. રોહનપ્રીતે બાથરોબ સાથે ટોપી પહેરી હતી. જ્યારે નેહા બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી હતી. બંને ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. જણાવી દઈએ કે નેહા અને રોહનપ્રીતે પોતાની પહેલી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે રાજસ્થાન પસંદ કર્યું હતું. આ વર્ષે 24 ઓક્ટોબરે બંનેએ રાજસ્થાનમાં તેમની પ્રથમ વર્ષગાંઠ પણ સેલિબ્રેટ કરી હતી. બંનેએ ઉદયપુરના લેક પિચોલા ખાતે રોમેન્ટિક અંદાજમાં એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી.

આ પણ વાંચો :આગ સાથે રમતા જોવા મળ્યો રણબીર કપૂર, અયાન મુખર્જીએ ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પરથી BTS તસવીર કરી શેર

નેહા કક્કરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રોહનપ્રીતના જન્મદિવસની ઉજવણીનો વીડિયો શેર કર્યો છે. આ સાથે તેણે લખ્યું- હેપ્પી બર્થ ડે લાઈફ રોહનપ્રીત, અરુ, આજે સાંજે પાર્ટી થવા જઈ રહી છે. સાથે જ લખ્યું હતું કે આજે ખરી પાર્ટી યોજાશે.

રોહનપ્રીતે આ બર્થડે સેલિબ્રેશનની તસવીરો પણ શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું – અત્યાર સુધીનો શ્રેષ્ઠ જન્મદિવસ! મૈનુ લગદા હું આ દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ છું.

રોહનપ્રીત અને નેહાને રાજસ્થાન ખૂબ જ પસંદ છે. બંનેએ એક મહિના પહેલા તેમની પ્રથમ લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે રાજસ્થાન પસંદ કર્યું હતું. બંને ઉદયપુર પહોંચ્યા હતા.

આ પણ વાંચો :અંકિતા લોખંડે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી, જોઈલો તસ્વીરો…….

લગ્ન બાદ હવે જ્યારે રોહનપ્રીતનો પહેલો જન્મદિવસ આવ્યો ત્યારે કપલે રાજસ્થાન પસંદ કર્યું અને જયપુર આવીને જન્મદિવસની ઉજવણી કરી.

આ પહેલા પણ નેહાની રોમેન્ટિક તસવીરો સામે આવી હતી. પેરિસમાં પતિ સાથે ક્વોલિટી ટાઈમ પણ વિતાવ્યો હતો અને તસવીરો પણ શેર કરી હતી.

નેહાએ તેના પતિ રોહનપ્રીત સાથેનો એક રોમેન્ટિક ફોટો શેર કર્યો છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. પેરિસમાં આ કપલ એફિલ ટાવર પાસે કિસ કરતા જોવા મળ્યું હતું.

આ પણ વાંચો :અનેક વ્યક્તિ સાથે પ્રેમ કર્યા પછી પણ મનીષા કોઈરાલા કેમ છે એકલી..

આ સિવાય નેહા સોશિયલ મીડિયા પર ઘણી વખત રોહન સાથે પ્રેમ વ્યક્ત કરતી જોવા મળે છે. બંને ઘણા ખુશ દેખાઈ રહ્યા છે.

નેહા કક્કર અને રોહનપ્રીત સિંહના લગ્ન વર્ષ 2020માં જ થયા હતા. લગ્નની વર્ષગાંઠ પછી, નેહાએ રાજસ્થાનમાં તેના પતિનો 27મો જન્મદિવસ ઉજવ્યો.

રોહનપ્રીતના જન્મદિવસની ઉજવણીની તસવીરોમાં નેહા કક્કર બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. રોહનપ્રીતે બાથરોબ સાથે ટોપી પહેરી હતી. જ્યારે નેહા બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી હતી.

આ પણ વાંચો :આખરે કંગનાએ કેમ ખેડૂતોની માંગી માફી,જાણો વિગત…

આ પણ વાંચો :કોરોના,ઓમિક્રોનના સમાચાર વાંચીને, સાંભળીને કંટાળી ગયા છો? તો ધનધતુડીપતુડી જોઈ નાંખો

આ પણ વાંચો :દુબઈથી અમદાવાદ આવેલ 30 લોકો કોરોના પોઝિટિવ, તંત્ર થયું દોડતું