‘પવિત્ર રિશ્તા’ અભિનેત્રી અંકિતા લોખંડે ટૂંક સમયમાં વિકી જૈન સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. અંકિતાના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે, જેની એક ઝલક અંકિતા લોખંડેએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરમાં અંકિતા અને વિકી એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે. જેમાંતેમના લગ્નની તારીખોની અટકળો વચ્ચે, અંકિતાએ તેના ઇન્સ્ટાગ્રામ પરથી એક તસવીર શેર કરી અને માહિતી આપી કે લગ્નનું ફંક્શન શરૂ થઈ ગયું છે.
આ પણ વાંચો;માફી / આખરે કંગનાએ કેમ ખેડૂતોની માંગી માફી,જાણો વિગત…
આ સાથે વિકી જૈને ફંક્શનની 2 તસવીરો પણ શેર કરી છે. જેમાં બંને મરાઠી વર-કન્યાના ગેટઅપમાં જોવા મળી રહ્યા છે. અંકિતા અને વિકીએ તેમના માથા પર મુંડાવરો બાંધ્યો છે, જેમ કે મરાઠી વર-કન્યા તેમના લગ્નના દિવસે બાંધવામાં આવે છે. જેના કારણે લોકો અનુમાન લગાવી રહ્યા છે કે બંનેએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે.
https://www.instagram.com/p/CXAubN4INvI/?utm_source=ig_embed&ig_rid=89867a5c-d376-4c96-b3df-a3e5047fa3ed
આ પણ વાંચો;રેલર રિલીઝ / લોકજીભે ચઢેલી ગુજરાતી ફિલ્મ “21મું ટીફિન”નું ટ્રેલર થયું રિલીઝ
અંકિતા લોખંડે અને વિકી જૈન 2018 થી સાથે છે. બંનેએ વર્ષ 2019માં સોશિયલ મીડિયા પર તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. જે બાદ ફેન્સ બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે. અંકિતા અને વિકીની તસવીરો જોઈને ખબર પડી રહી છે કે બંને મરાઠી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરવા જઈ રહ્યા છે. બંને ગયા વર્ષે લગ્નના બંધનમાં બંધાવાના હતા પરંતુ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને કારણે લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા.
