Viral Video/ ચાલુ ટ્રેનમાં મહિલાએ માર્યો કૂંદકો અને પછી જે થયુ, જુઓ આ Video માં

પશ્ચિમ બંગાળનાં પુરુલિયા રેલ્વે સ્ટેશનનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસ કર્મચારીઓની સતર્કતાનાં કારણે એક મહિલાનો જીવ બચી ગયો છે.

Videos
રેલ્વે પ્લેટફોર્મ Viral Video

રેલ્વે પ્લેટફોર્મ પર ઘણી વખત એવા અકસ્માતો બનતા હોય છે, જે દરેકને આશ્ચર્યમાં મૂકી દે છે, પરંતુ જનતા કે પોલીસની સતર્કતાનાં કારણે મોટી ઘટનાઓ ટળી જાય છે. પશ્ચિમ બંગાળનાં પુરુલિયા રેલ્વે સ્ટેશનનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસ કર્મચારીઓની સતર્કતાનાં કારણે એક મહિલાનો જીવ બચી ગયો છે. આ ઘટનાનો વીડિયો દક્ષિણ-પૂર્વ રેલવેનાં ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો – નવો વેરિઅન્ટ / અમદાવાદીઓ સાવધાન! લંડનથી આવેલી યુવતી સંક્રમિત, સેમ્પલ પુણે મોકલાયા

રેલ્વે પ્લેટફોર્મ પર અવાર-નવાર અકસ્માતો થાય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં સતર્કતાના વધતા સ્તરને કારણે આ અકસ્માતોને ગંભીરતાથી લેવાતા તેમા મોટી દુર્ઘટના બનતી નથી. જો કે ઘણીવાર ઉતાવળમાં મુસાફર અમુક અકસ્માતનો ભોગ બની જતા હોય છે, આવો જ એક કિસ્સો પશ્ચિમ બંગાળનાં પુરુલિયા રેલવે સ્ટેશન પર સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો દક્ષિણ-પૂર્વ રેલવેનાંટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યો છે. આ વીડિયોની સાથે કેપ્શન પણ લખવામાં આવ્યું છે કે, ‘સંત્રાગાચી-આનંદ વિહાર ટ્રેનમાં બે મહિલા મુસાફરો સવાર હતા. પુરુલિયા સ્ટેશન પર, બન્ને ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જ્યારે તેઓએ નિયંત્રણ ગુમાવ્યું અને પ્લેટફોર્મ પર ફસાઈ ગયા, ત્યારે ત્યાં ફરજ પર રહેલા RPF સબ-ઈન્સ્પેક્ટર બબલુની નજર બન્ને મહિલાઓ પર પડી અને તેઓ ત્યાં પહોંચ્યા. તેઓએ ત્યાં દોડીને મહિલાઓને બચાવી હતી.

આ પણ વાંચો – રાહતની વાત / શું ઓમિક્રોનથી ડરવું જરૂરી છે? જાણો શું કહે છે WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથન

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્ટેશન પ્લેટફોર્મ પર ઉભી રહેલી ટ્રેન ચાલવા લાગે છે ત્યારે જ આ બે મહિલા પેસેન્જર ટ્રેનમાંથી નીચે ઉતરવાનો પ્રયત્ન કરે છે ત્યારે એક મહિલા ટ્રેનથી દૂર પ્લેટફોર્મ પર પડે છે જ્યારે બીજી મહિલા પ્લેટફોર્મની એકદમ કિનારે પડી જાય છે ત્યારે પોલીસમેન ઝડપથી દોડીને આવે છે અને મહિલાને ખતરનાક ઝોનથી દૂર ખેંચે છે. આ વીડિયો 30 નવેમ્બરે ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. તેને અત્યાર સુધીમાં 2200 થી વધુ લોકો જોઈ ચૂક્યા છે.