ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની સીરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મુંબઈનાંં વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે મેચનો ત્રીજો દિવસ છે. ભારતનાં 540 રનનાં ટાર્ગેટનાં જવાબમાં ન્યૂઝીલેન્ડે ચા નાં સમય સુધી એક વિકેટે 13 રન બનાવી લીધા હતા.
Innings Break!
And, here comes the declaration from the Indian Skipper.#TeamIndia 276-7d
Scorecard – https://t.co/CmrJV47AeP #INDvNZ @Paytm pic.twitter.com/LXAOcvOd44
— BCCI (@BCCI) December 5, 2021
આ પણ વાંચો – IND Vs NZ / દક્ષિણ આફ્રિકાનાં બોલર શોન પોલોકને પાછળ છોડી અશ્વિને તોડ્યો આ ખાસ રેકોર્ડ
કિવી ટીમને જીતવા માટે હજુ 527 રન બનાવવાનાં બાકી છે જ્યારે ભારત નવ વિકેટ દૂર છે. આ પહેલા ભારતે તેની બીજી ઇંનિંગમાં સાત વિકેટનાં નુકસાને 276 રન પર પોતાની ઇનિંગ ડિકલેર કરી હતી. આ રીતે ભારતે ન્યૂઝીલેન્ડ સામે જીત માટે 540 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. અક્ષર પટેલે અણનમ 41 રન બનાવ્યા હતા. તેના સિવાય મયંક અગ્રવાલે 62, ચેતેશ્વર પૂજારા અને શુભમન ગીલે 47-47 રન બનાવ્યા જ્યારે સુકાની વિરાટ કોહલીએ 36 રન બનાવ્યા હતા. વળી, ન્યૂઝીલેન્ડ માટે બીજી ઇનિંગમાં એજાઝ પટેલે ચાર અને રચિન રવિન્દ્રએ ત્રણ વિકેટ લીધી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. કહેવા માટે આજે ત્રીજો દિવસ છે, પરંતુ જેમ મેચ ચાલી રહી છે, તેમ લાગે છે કે આજે મેચ સમાપ્ત થઇ જશે. પિચ જે રીતે બોલરોને, ખાસ કરીને સ્પિન બોલરોને મદદ કરી રહી છે, તે મુજબ તે ન્યૂઝીલેન્ડનાં બેટ્સમેનો માટે અગ્નિપરીક્ષાથી ઓછી નહીં હોય. ભારતે ન્યૂઝીલેન્ડને 540 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગઈકાલની વાત કરીએ તો આ દિવસે ઘણા બધા રેકોર્ડ્સ બન્યા હતા.
That will be Tea on Day 3 of the 2nd Test.
New Zealand lose the wicket of Tom Latham in the second innings.
Scorecard – https://t.co/KYV5Z1jAEM #INDvNZ @Paytm pic.twitter.com/iAhkYndfEM
— BCCI (@BCCI) December 5, 2021
પહેલા જ્યાં એજાઝ પટેલે તમામ 10 વિકેટ લઈને ધૂમ મચાવી દીધી છે અને ત્યાર બાદ ભારતનાં બોલરોએ પોતાની બોલિંગથી ન્યૂઝીલેન્ડની ટીમને પસ્ત કરી દીધી હતી. જણાવી દઇએ કે, ભારતની કોઈપણ વિદેશી ટીમનો અત્યાર સુધીનો આ સૌથી ઓછો સ્કોર છે. અને તે પછી જ્યારે ભારતની બીજી ઇનિંગ શરૂ થઈ ત્યારે મયંક અગ્રવાલ અને પૂજારાએ સારી શરૂઆત કરી હતી.
