કોંગ્રેસ નેતા/ ભરત સોલંકીએ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ અંગે શું કહ્યું જાણો…

જગદીશ ઠાકોર સમારોહમાં ભરત સિંહ સોલંકીએ ગુજરાતના મુખ્યમંત્રી પર અને ભાજનપના અધ્યક્ષ પર શાબ્દિક હુમલો કર્યો હતો

Top Stories Gujarat

ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોરને સત્તાવાર પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતાં.આજે ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પદગ્રહણ કર્યા હતા. જેને લઇ અમદાવાદમાં પાલડી રાજીવ ગાંધીભવન ખાતે પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો ,આ સમારોહમાં ભરત સિંહ સોલંકીએ ગુજરાતના મુખ્યમંત્રી પર અને ભાજનપના અધ્યક્ષ પર શાબ્દિક હુમલો કર્યો હતો.

આ સમારોહમાં ભરત સોલંકીએ ભાજપ પ્રહાર કરતા કહ્યું કે, ભુપેન્દ્રભાઈ પણ રબર સ્ટેમ્પ છે.સીઆર પાટીલનું ગુજરાતમાં શું કામ છે.પાટીલ સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ રજયનો વહીવટ કરે છે. અહીંયા રાજ ચલાવવાવાળો ગુજરાતી જોઈએ મહારાષ્ટ્રમાં જે કરે એ કરે. 2013માં રિટાયર્ડ કરેલા કૈલાસનાથન પણ રાજ્ય ચલાવે છે. આપણે આવા સીઆર પાટીલ કે કૈલાસનાથનનું રાજય ચલાવવા દેવું છે? ગુજરાતમાંથી સીઆર પાટીલ જેવાનું રાજ ના ચાલવા દેવું જોઈએ

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની નિમણૂક કરી છે,જેના અતર્ગત પાર્ટીએ અધ્યક્ષના પદગ્રહણનો કાર્યક્રમ રાખ્યો હતો તેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે કમર કસી છે. આવનાર દિવસોમાં પાર્ટી સંગઠન પર કામ કરશે તેવા એંધાણ હાલ જોવાઇ રહ્યા છે.,