બેટર ડોટ કોમના સીઈઓ વિશાલ ગર્ગ આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ છવાયેલા જોવા માટે મળી રહ્યા છે. વિશાલ ગર્ગે એક ઝૂમ કોલ કરીને માત્ર અઢી મિનીટની અંદર 900 કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી હતી. વિશાલ ગર્ગનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઇ રહ્યો છે. આ વિડીયોને એક વ્યક્તિએ રેકોર્ડ કરી દીધો હતો અને ઇન્ટરનેટ પર લીક થઇ ગયો હતો. આ વિડીયો સામે આવ્યા બાદ વિશાલ ગર્ગને જાણવા માટે દરેક લોકો ઉત્સુક બની રહ્યા છે.
ગૂગલ પર યુઝર્સ તેમના વિશે સર્ચ કરી રહ્યા છે કે, આખરે વિશાલ ગર્ગ છે કોણ ? અને તે ક્યાંનો છે? આ સાથે દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે તેઓએ 900 કર્મચારીઓને છટણી કરવાનો નિર્ણય કેમ લીધો? વિશાલ ગર્ગે ઝૂમ કોલમાં કહ્યું કે તે બીજી વખત આવો નિર્ણય લઈ રહ્યો છે? દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે આ ઘટના પહેલા તેઓએ ક્યારે આવો નિર્ણય લીધો હતો અને તે સમયે કેટલા કર્મચારીઓને સજા થઈ હતી?
ગર્ગે કર્મચારીઓની છટણી પાછળના કારણો તરીકે બજારની કાર્યક્ષમતા, કામગીરી અને ઉત્પાદકતાનો ઉલ્લેખ કર્યો હતો. ઝૂમ પર વેબિનાર કરતી વખતે તેણે કહ્યું હતું કે, જો તમે આ વેબિનારમાં છો, તો તમે તે કમનસીબ જૂથનો ભાગ છો જ્યાં છટણી થઈ રહી છે. તમને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવી રહ્યા છે.” સીઈઓએ જણાવ્યું હતું કે કર્મચારીઓને માનવ સંસાધન વિભાગ તરફથી લાભો અને છટણી અંગેની માહિતી સાથે ઈ-મેલ પ્રાપ્ત થશે.
વિશાલ ગર્ગે આ પહેલા પણ કર્મચારીઓને કાઢી મુક્યા હતા. તે દરમિયાન તેણે ખૂબ જ કડક સ્વરનો ઉપયોગ કર્યો અને કહ્યું કે તમે લોકો ખૂબ ધીમેથી કામ કરો છો. તમે મૂર્ખ ડોલ્ફિનના ટોળા જેવા છો, હવે બસ કરો બસ કરો બસ કરો. તમે મને શરમાવો છો ત્યારે પણ તેમના પર વિવાદ થયો હતો.
તમને જણાવી દઈએ કે વિશાલ ગર્ગ Better.com ના સ્થાપક અને CEO છે. તે ડિજિટલ ફર્સ્ટ હોમ ઓનરશિપ કંપની છે. Linked.in પરથી મળેલી માહિતી મુજબ, ગર્ગ વન ઝીરો કેપિટલના સ્થાપક ભાગીદાર પણ છે. આ વર્ષની શરૂઆતમાં કોરોના રોગચાળા દરમિયાન વિશાલ ગર્ગે ઓનલાઈન ભણતરની સુવિધા વધુ સારી બનાવવા માટે ન્યુયોર્ક સિટીમાં આવેલી એક પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓને લગભગ 2 મિલિયન ડોલરનું દાન આપ્યું હતું. તેણે આપેલા પૈસાનો ઉપયોગ આર્થિક રીતે નબળા બાળકોને આઈપેડ અને ઈન્ટરનેટની સુવિધા આપવા માટે કરવામાં આવતો હતો.
43 વર્ષીય વિશાલ ગર્ગ ન્યુયોર્કના ટ્રેબેકામાં રહે છે. તમને જણાવી દઈએ કે ટ્રેબેકા ન્યુયોર્ક શહેરની સૌથી મોંઘી જગ્યા છે, જ્યાં અમીર લોકો રહે છે. તે તેની પત્ની અને ત્રણ બાળકો સાથે રહે છે. વિશાલ ગર્ગ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી MBAની ડિગ્રી ધરાવે છે.
