ટ્રેલર/ RRR ટ્રેલરે રચ્યો ઇતિહાસ માત્ર 24 કલાકમાં આટલા લોકોએ જોયું…

એસએસ રાજામૌલીના નિર્દેશનમાં બનેલી પેન ઈન્ડિયા ફિલ્મ RRRના ટ્રેલરે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે

Top Stories Entertainment

એસએસ રાજામૌલીના નિર્દેશનમાં બનેલી પેન ઈન્ડિયા ફિલ્મ RRR ના ટ્રેલરે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. પાંચ ભાષાઓ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં આવેલા આ ટ્રેલરને 24 કલાકમાં 5.11 મિલિયન વ્યૂઝ મળ્યા છે. તેમાંથી માત્ર હિન્દી અને તેલુગુમાં ટ્રેલરને 40 મિલિયન વ્યુઝ મળ્યા છે. ફિલ્મના હિન્દી ટ્રેલરને 19.80 મિલિયન, તેલુગુ ટ્રેલરને 20.45 મિલિયન, કન્નડ ટ્રેલરને 5.2 મિલિયન, તમિલ ટ્રેલરને 3.25 મિલિયન અને મલયાલમ ટ્રેલરને 2.42 મિલિયન વ્યૂઝ મળ્યા છે.

 

 

આ સાથે તે પહેલી ભારતીય ફિલ્મ પણ બની ગઈ છે, જેના ટ્રેલરને માત્ર 24 કલાકમાં 50 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ કારણે આ ટ્રેલર અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખે તેવી શક્યતા છે.સૌથી વધુ જોવાયેલ ટ્રેલરનો રેકોર્ડ કન્નડ અભિનેતા યશની ફિલ્મ KGF ચેપ્ટર 2 ના ટીઝરના નામે છે. KGF ચેપ્ટર 2 એ હૃતિક રોશન અને ટાઈગરની ફિલ્મ વોરનો રેકોર્ડ તોડ્યો.હતો.

RRR ટ્રેલરને 24 કલાકમાં 5 કરોડ વ્યૂઝઃ હિન્દી અને તેલુગુ ભાષામાં જ 4 કરોડ વ્યૂઝ, બાહુબલી 2 જેવી ફિલ્મોનો રેકોર્ડ જોખમમાં મુકાઇ ગયા છે.