Technology/ વોટ્સએપ દ્વારા હવે રિલાયન્સ ઘરે- ઘરે કરિયાણું અને શાકભાજી પહોંચાડશે…..

આપણે વાતચીત કરીએ છીએ તેટલો સરળ છે. વોટ્સએપનો ઉપયોગ એકદમ સરળ છે તેથી સપ્લાય માટે ઓર્ડર કરતી વખતે ગ્રાહકને કોઈ મુશ્કેલી નડશે નહીં

Tech & Auto

દેશના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીના ઈ-કોમર્સ પ્લેટફોર્મ જિયોમાર્ટ ઓનલાઈન બિઝનેસ વધારવા માટે લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ કરશે. હવે કરિયાણા, શાકભાજી અને દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓનો ઓર્ડર વોટ્સએપ દ્વારા પણ આપી શકાશે

મુકેશ અંબાણીના પુત્ર આકાશ અને પુત્રી ઈશાએ બુધવારે ફ્યુઅલ ફોર ઈન્ડિયા ઈવેન્ટની મેટાની બીજી આવૃત્તિમાં વોટ્સએપ પર ઓર્ડરિંગનું પૂર્વાવલોકન કર્યું હતું. એક નવા ટેપ એન્ડ ચેટ વિકલ્પ યુઝર્સને વોટ્સએપ દ્વારા કરિયાણાનો ઓર્ડર આપવાની સુવિધા આપશે. ખાસ વાત એ છે કે આ ડિલિવરી ફ્રીમાં રહેશે અને ડિલિવરી માટે કોઈ મિનિમમ ઓર્ડરની જરૂર નથી. યુઝર્સ એપમાં તેમના શોપિંગ કાર્ટને ભરી શકે છે અને જિયોમાર્ટ દ્વારા અથવા ડિલિવરી પર કેશમાં ચૂકવણી કરી શકે છે.

આ પણ વાંચો ;2021 Person of the Year / ફાઇનાન્સિયલ ટાઇમ્સે એલોન મસ્કને ‘પર્સન ઓફ ધ યર’ જાહેર કર્યા…

આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, વોટ્સએપ દ્વારા જિયોમાર્ટનો અનુભવ ખરેખર ખૂબ જ સરળ છે. આપણે વાતચીત કરીએ છીએ તેટલો સરળ છે. વોટ્સએપનો ઉપયોગ એકદમ સરળ છે તેથી સપ્લાય માટે ઓર્ડર કરતી વખતે ગ્રાહકને કોઈ મુશ્કેલી નડશે નહીં. જ્યારે ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, ગ્રાહકે ફક્ત જિયોમાર્ટ પર ઓર્ડર કરવાની જરૂર છે. જો તમે ઈચ્છો તો નિયમિત ખરીદી માટે સબસ્ક્રિપ્શન સેટ કરો અથવા તમારી જરૂરિયાત મુજબ વ્યક્તિગત ભલામણો મેળવી શકો છો. ભૂતકાળની ખરીદીનો રેકોર્ડ પણ રાખી શકો છો.

આ પણ વાંચો ;Bank Strike / આજથી બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, ત્રણ દિવસ સુધી કામ નહીં થાય, જાણો કારણ

  1. જીઓ માર્ટ પર થી ઓર્ડર કરવા માટે તમારે તમારા સ્માર્ટફોનની અંદર તેમના 8850008000 નંબર ને સેવ કરવો પડશે
  2. ત્યાર પછી તમારે તેની અંદર હાઈ મોકલવાનું આવશે જેથી તેમને જીઓ માર્ટ દ્વારા એક લિંક મોકલવામાં આવશે.
  3. ‎ત્યાર પછી તે લીંક ની અંદર તમને તમારો મોબાઈલ નંબર એરીયા લોકાલિટી અને બાકીનું એડ્રેસ પુછવામાં આવશે.
  4. ત્યાર પછી તે પ્લેટફોર્મ પર જેટલી પણ વસ્તુ ઓર્ડર માટે ઉપલબ્ધ હશે તેનું કેટલો બતાવવામાં આવશે.
  5. ત્યાર પછી જીઓસ્ટોર દ્વારા લોકલ કિરાના સ્ટોર ના લિસ્ટ અને બતાવવામાં આવશે.
  6. ત્યાર પછી જ્યારે ગ્રાહક દ્વારા જણાવવામાં આવેલ બધી જ વસ્તુઓ તૈયાર થઈ જશે ત્યાર પછી સ્ટોર દ્વારા તેમને એક નોટિફિકેશન મોકલવામાં આવશે ઓર્ડર આપ્યા પછી બે દિવસમાં આ પ્રક્રિયા થઇ શકે છે.
  7. આ સર્વિસ હજી પોતાના પ્રથમ તબક્કાની અંદર છે જેને કારણે ગ્રાહકોએ પોતાના નજીકના સ્ટોર પર જઈ અને પોતાના સામાનની ડિલિવરી લેવી પડશે અને પેમેન્ટ માટે પણ માત્ર કેશ ઓન ડિલિવરી નવો વિકલ્પ જ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
  8. અહીં એક વસ્તુની ખાસ નોંધ લેવી કે આ લિન્ક માત્ર ૩૦ મિનિટ સુધી જ કામ કરશે ત્યાર પછી તે બંધ થઈ જશે ત્યાર પછી નવી લિંક મેળવવા માટે તમારે ફરી એક વખત હાય નો મેસેજ મોકલવો પડશે.