રાજ્યમાં હાલ પેપર લીક મુદ્દો ટો ઓફ ધ સ્ટેટ બની ગયો છે, આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ આ મુદ્દે ભાજપ સરકારને ઘેરી રહી છે. આ મામલે ગઇકાલે ગાંધીનગર ભાજપના કમલમ ખાતે ભારે હોબાળો સર્જાયો હતો અને બન્ને પાર્ટીના કાર્યકોર વચ્ચે ભારે સંઘર્ષ જોવા મળ્યો હતો જેમાં ભારે હાથાપાઇ પણ થઇ હતી ,આ મામલે પોલીસે કાર્યવાહી કરીને મામલો થાળે પાડયો હતો પરતું સંઘર્ષ ફરિયાદ સુધી પહોંચી ગયો હતો. આપની મહિલાઓ સામે ફરિયાદ થઇ હતી આ તમામની પોલીસે ધરપકડ કરી હતી,તમામની જામીન અરજી કોર્ટે ફગાવી છે, સેસન્સ કોર્ટેમાં અરજી કરશે.
ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મુદ્દે રાજ્યભરમાં વિપક્ષે પ્રદર્શન કર્યું હતું. જેમાં ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટી અને ભાજપ કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. તો આ મુદ્દે ભાજપના મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે સામે ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં AAPના 6 નેતા સામે નામજોગ અને 500 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરાઈ છે.
AAPની 26 મહિલા કાર્યકરોએ કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. તો આપની મહિલાઓ કાર્યકરોને સાબરમતી જેલમાં મોકલવામાં આવી હતી. તો આજે સેશન્સ કોર્ટમાં જામીન માટે અપીલ કરવામાં આવશે. જમીન ન મળતા AAP ની મહિલા કાર્યકરોએ આખી રાત જેલમાં વિતાવવી પડી હતી.
AAPના જે નેતાઓ સામે નામજોગ FIR નોંધાઈ છે તેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, શિવકુમાર પ્રવીણ રામ, નિખિલ સવાણી અને હસમુખ પટેલનો સમાવેશ થાય છે. આ ફરિયાદ પ્રમાણે, આરોપીઓ કાવતરાપૂર્વક હુમલો કરવા આવ્યા હતા.. તેઓએ જુદા-જુદા સ્થળેથી માણસોને કમલમ ખાતે બોલાવ્યા હતા અને કમલમનો ગેટ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ AAPના ટોળાએ ભાજપની મહિલા કાર્યકરોને શારીરિક અડપલાં કરી માર માર્યો હતો.
પોલીસે તમામ સામે બિનજામીનપાત્ર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. મંગળવારે તમામને કોર્ટમાં રજૂ કરાશે. પોલીસે 452, 341, 323, 143 સહિતની કલમો હેઠળ FIR દાખલ કરી છે.. ગાંધીનગર સ્થિત ભાજપના કાર્યાલય કમલમ પર રાજકીય તમાશો જોવા મળ્યો. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા કાર્યકરો સાથે કમલમમાં ધસી જઈને ધરણા પર બેસી ગયા હતા.
