ચૂંટણી પરિણામ/ કોલકતાની મ્યુનિસિપલ ચૂંટણીમાં BJP પાછળ, ધમાકેદાર જીત તરફ અગ્રેસર TMC

રાજ્ય ચૂંટણી પંચનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ પ્રારંભિક વલણોમાં છ વોર્ડમાં લીડ મેળવી હતી.

Top Stories India
KMC

કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) નાં 144 વોર્ડની ચૂંટણી માટે મંગળવારે સવારે મતગણતરી શરૂ થઈ. રાજ્ય ચૂંટણી પંચનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ પ્રારંભિક વલણોમાં છ વોર્ડમાં લીડ મેળવી હતી. કમિશનનાં એક અધિકારીએ જણાવ્યું કે, “સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ હતી. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ 114 સીટો પર આગળ ચાલી રહી છે. દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસનાં સમર્થકો કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં નિવાસસ્થાનની બહાર ઉજવણી કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળ રાજ્ય ચૂંટણી પંચનાં જણાવ્યા અનુસાર, TMC 114, ભાજપ 2, CPI(M) 2, કોંગ્રેસ 2, અપક્ષ 1 બેઠક પર આગળ છે.

આ પણ વાંચો – ગ્રામપંચાયત ચૂંટણી પરિણામ LIVE / ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર થવા લાગ્યા, આટલા ગામના સરપંચ જીત્યા,જાણો વિગત

મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) ચૂંટણીમાં ક્લીન સ્વીપ તરફ આગળ વધી રહી છે. હાલ 144 વોર્ડમાં મતગણતરી ચાલી રહી છે. તાજેતરની માહિતી અનુસાર TMC 134 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 3 સીટો પર આગળ છે. કોંગ્રેસ 2 સીટો પર આગળ છે. જ્યારે લેફ્ટ 4 સીટો પર આગળ છે. એક બેઠક પર અપક્ષ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. અહીં, મતગણતરી વચ્ચે તૃણમૂલ કોંગ્રેસની ઉજવણી પણ શરૂ થઈ ગઈ છે. કોલકાતાનાં કાલીઘાટમાં મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જીનાં ઘરની બહાર મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તાઓ એકઠા થવા લાગ્યા છે. આપને જણાવી દઈએ કે, કોલકાતામાં 19 ડિસેમ્બરે યોજાયેલી મ્યુનિસિપલ ચૂંટણીમાં લગભગ 64 ટકા મતદાન થયું હતું. આજે પરિણામો આવતાં જ એ નક્કી થશે કે તૃણમૂલ કોંગ્રેસ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ફરી કબજો મેળવવામાં સફળ થાય છે કે પછી ભારતીય જનતા પાર્ટી પોતાનો જનાધાર વધારવામાં સફળ થાય છે.

આ પણ વાંચો – રીલ બનાવી સર્જ્યો રેકોર્ડ ! / મિત્રએ કહ્યું હતું કે, ક્યાંય ખોવાઈ જઈશ અને આજે રીલ દ્વારા લોકોના દિલોમાં અને કાનોમાં મારો અવાજ ગુંજી રહ્યો છે

છેલ્લી વખતનાં પરિણામો પર નજર કરીએ તો 2015ની કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે 144માંથી 114 વોર્ડ જીત્યા હતા. બીજું સ્થાન CPM ને મળ્યું હતુ. જ્યાં CPMને 2010માં 33 બેઠકો સામે 2015માં માત્ર 15 બેઠકો મળી હતી. ભાજપને 7 બેઠકો મળી જે 2010ની 3 બેઠકો કરતાં થોડી વધારે હતી. બીજી તરફ કોંગ્રેસને 2010માં 8ની સામે 2015માં 5 બેઠકો મળી હતી.