તમારી વાત સરળ હોય અને તેની રજૂ કરવાની તમારી રીત સરળ હોય તો લોકો તમને જરૂર સ્વીકારે છે. જેવી રીતે સોશિયલ પ્લેટફોર્મ પર અમદાવાદી મેનને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. મજાક મજાકમાં આવેલા વિચારે અમદાવાદી મેનની જુગલ જોડીને સોશિયલ પ્લેટફોર્મ પર સ્ટાર બનાવી દીધા. ખાસ કરીને Reels પર આ અમદાવાદી મેન છવાઇ ગયા છે. ગણતરીની મિનિટોમાં તેમના વીડિયોમાં લાખો વ્યૂઝ પર પહોંચી જાય છે. Youtube હોય Tiktok હોય કે Reels અમદાવાદી મેનની જુગલ જોડી અવ્વલ નંબર પર છે. આ અમદાવાદી મેનનાં Youtube પર 9 લાખ 70 હજાર સબ્સક્રાઇબર છે. ભારતમાં આજે બંધ થઇ ગયેલ TikTok પર તેમના 10 લાખ સબ્સક્રાઇબર હતા. વળી Reels માં તેમના 22 હજારથી વઘુ સબ્સક્રાઇબર છે.

આ પણ વાંચો – રીલ બનાવી સર્જ્યો રેકોર્ડ ! / મિત્રએ કહ્યું હતું કે, ક્યાંય ખોવાઈ જઈશ અને આજે રીલ દ્વારા લોકોના દિલોમાં અને કાનોમાં મારો અવાજ ગુંજી રહ્યો છે
અમદાવાદી મેનની વાત થાય છે એટલે તમને એવુ લાગતુ હશે કે આ કોઇ એક વ્યક્તિ છે, પણ એવુ નથી. કોલેજમાં એક સાથે અભ્યાસ કરતા ચાર મિત્રોનું આ સોશિયલ પ્લેટફોર્મ છે. જે હાલ ધૂમ મચાવી રહ્યુ છે. આ ચાર મિત્રો એટલે કે કુશલ મિસ્ત્રી, પરમાર પાર્થ, વિજય ગુર્જર અને જતિન પ્રજાપતિ. શરૂઆત તો તેમની નાની હતી પણ તેમની મહેનત હવે રંગ લાવી છે. સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મથી તેઓ એટલા લોકપ્રિય બની ગયા છે કે સામાન્ય સ્થળો પર લોકો તેમને સરળતાથી ઓળખી લે છે.
આ જુગલ જોડીનાં બે સ્ટાર કુશલ મિસ્ત્રી અને પરમાર પાર્થે આજે મંતવ્ય ન્યૂઝની ખાસ મુલાકાત કરી. દરમ્યાન તેમની પાસેથી સ્ટાર બનવાની કહાની પણ જાણી. શું કહે છે આ સોશિયલ સ્ટાર….
ગુજરાતીઓ જ્યારે TikTok ની વાત કરે ત્યારે અમદાવાદી મેનની વાત ન થાય તેવુ લગભગ શક્ય નથી. જો કે આજે TikTok ની જગ્યાએ ઘણા સોશિયલ પ્લેટફોર્મ બન્યા છે જ્યા લોકો પોતાના ફની વીડિયો બનાવતા હોય છે. વળી ભારતમાં તો TikTok બેન પણ થઇ ગયુ છે. ત્યારે આ ચાર મિત્રોએ Reels માં પોતાના વીડિયો બનાવવાની શરૂઆત કરી. તમારા આ સોશિયલ સ્ટાર્સે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ મુલાકાત કરી અને તેમના વીડિયો બનાવવાનાં અનુભવ અને કેવી રીતે શરૂઆત કરી તે તમામ વિશે જાણકારી આપી છે.

સવાલ- આપ ક્યાના રહેવાસી છો?
અમદાવાદી મેન– અમે બધા જ અમદાવાદનાં અલગ-અલગ વિસ્તારોમાં રહીએ છીએ.
સવાલ- કેવી રીતે બન્યા સોશિયલ સ્ટાર?
અમદાવાદી મેન– અમે વીડિયો બનાવવનું વિચાર્યુ ત્યારે સૌ પ્રથમ કોલેજમાંથી ગુલ્લી મારી હતી. અમે સૌ પ્રથમ Youtube પર વીડિયો બનાવતા હતા પરંતુ અમને સૌ પ્રથમ TikTok માં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. તેમણે અમારા વીડિયો આ પ્લેટફોર્મ પર પસંદ કર્યા અને અમને સોશિયલ મીડિયાનાં સ્ટાર બનાવી દીધા.
સવાલ- સૌથી વધુ વ્યૂઝ કયા સોશિયલ પ્લેટફોર્મ પર મેળવ્યા ?
અમદાવાદી મેન– અમને અત્યાર સુધીમાં સૌથી વધુ વ્યૂઝ YouTube માં મળ્યા છે.
સવાલ- વીડિયો બનાવવાની ક્યારથી અને કયા પ્લેટફોર્મથી શરૂઆત કરી?
અમદાવાદી મેન– અમે જ્યારે કોલેજમાં (2017) ભણતા હતા ત્યારે અમને આ વિશે વિચાર આવ્યો હતો. અને ધીમે ધીમે અમે શરૂઆત કરી આ સ્ટેજ સુધી પહોંચ્યા છીએ. અમે સૌ પ્રથમવાર Youtube પર વીડિયો બનાવવાનું શરૂ કર્યુ હતુ.
સવાલ- તમે ચાર મિત્રો કેવી રીતે ભેગા થયા હતા?
અમદાવાદી મેન– અમે બધા એક જ ક્લાસમાં ભણતા હતા અને સાથે મળીને વિચાર્યુ કઇંક અલગ કરવુ જોઇએ. અને આ વીડિયો બનાવવાનું શરૂ કર્યુ.
સવાલ- સૌ પ્રથમ વાર કયા વિસ્તારમાં વીડિયો બનાવવાની શરૂઆત કરી હતી.
અમદાવાદી મેન– અમે શરૂઆતમાં જગતપુર સ્થિત એક ખેતરમાં TikTok નાં વીડિયો બનાવવાની શરૂઆત કરી હતી.
સવાલ- અમદાવાદમાં કયા વિસ્તારમાં સૌથી વધુ વીડિયો બનાવ્યા છે?
અમદાવાદી મેન– અમે અમદાવાદમાં ઘણી જગ્યાએ વીડિયો બનાવ્યા છે પરંતુ સૌથી વધુ અમે રિવરફ્રન્ટ સાઇડ પર વીડિયો બનાવ્યા હતા, અને તેમા પણ ખાસ જ્યાથી પતંગ હોટલ દેખાતી હતી તે જગ્યાની પસંદગી અમે કરી હતી. અહી અમે સાંજે 4 વાગ્યા પછી વીડિયો બનાવવા આવતા હતા. પરંતુ એક સમય એવો આવ્યો કે લોકોને ખબર પડી ગઇ કે અમે કયા સમયે અહી આવીને વીડિયો બનાવીશું, જે પછી અમુક લોકોએ અમારા સમયે આવવાનું શરૂ કર્યુ અને આ રીતે અમે લોકોનાં નજરમાં સ્ટાર થવા લાગ્યા. આ પહેલી જગ્યા હતી કે જ્યા લોકોએ અમને એક સ્ટાર હોવાની અનુભૂતી કરાવી હતી.
સવાલ- અમદાવાદી મેનનાં આ ચાર સોશિયલ સ્ટારે કેટલો અભ્યાસ કર્યો છે?
અમદાવાદી મેન– અમે બધા જ ગ્રેજ્યુએટ છીએ. અમે ચાર મિત્રોમાં હુ (કુશલ) કોમ્પ્યુટર એન્જિનિયર છુ. મે (કુશલ) કોલેજમાં ફસ્ટ ક્લાસ મેળવ્યો છે.
સવાલ- વીડિયો બનાવવા માટે કયા ઉપકરણનો ઉપયોગ કરો છો?
અમદાવાદી મેન- અમે શરૂઆતમાં નાના હેન્ડીકેમથી વીડિયો બનાવવાનું શરૂ કર્યુ હતુ. શરૂઆતમાં અમે એક ટ્રાઇ પોડની મદદથી વીડિયો બનાવતા હતા.
સવાલ- કેવા પ્રકારનાં વીડિયો બનાવો છો? અને કયા વીડિયોમાં વ્યૂઝ સૌથી વધુ મળે છે?
અમદાવાદી મેન- કબીર સિંહનું પેરેડી બનાવ્યુ હતુ તે વીડિયોમાં અમને વધુ વ્યૂઝ મળ્યા હતા. કોઇ પણ પેરેડી બનાવીએ તો તેમા વ્યૂઝ વધુ મળતા હોય છે.
સવાલ- વીડિયો બનાવો છો તો ઘરનાં લોકોને કોઇ વાંધો હોય છે?
અમદાવાદી મેન– અમને શરૂઆતથી જ આ અંગે ઘરેથી સમર્થન મળતુ રહ્યુ છે.
સવાલ- આજે સૌથી વધુ કયા પ્લેટફોર્મ પર વીડિયો બનાવો છો?
અમદાવાદી મેન– શરૂઆતમાં TikTok પર ખૂબ વીડિયો બનાવતા હતા, પરંતુ તે બેન થયા બાદ હવે અમે સૌથી વધુ Reels પર વીડિયો બનાવીએ છીએ.
સવાલ- મહિનામાં કેટલા વીડિયો બનાવો છો?
અમદાવાદી મેન– આજે અમે Youtube પર મહિનામાં 4 વખત વીડિયો બનાવીએ છીએ. જ્યારે Reels પર દિવસનાં બે વીડિયો બનાવીએ છીએ.
સવાલ- કેવા વીડિયો સૌથી વધુ ચાલે છે?
અમદાવાદી મેન– જો તમે ઓરીજનલ કન્ટેન્ટ આપશો તો જ તમે આ કોમ્પિટિશનથી ભરાયેલા જગતમાં ચાલી શકશો.
સવાલ- ચેનલનું નામ કેવી રીતે રાખ્યું?
અમદાવાદી મેન– લોકોને સર્ચ કરવા પર સરળતાથી અમારી ચેનલ મળી શકે તેવુ નામ રાખ્યું છે. જેથી લોકો કોઇ બૂલ કર્યા વિના અમારી ચેનલ પર આસાનીથી આવી શકે.
સવાલ- તમે અન્ય કયા બોલિવૂડ કે ગુજરાતી સ્ટાર સાથે કામ કર્યુ છે?
અમદાવાદી મેન– અમે ખાસ કરીને બોલિવૂડનાં સિંગર બાદશાહ સહિત ગુજરાતી કિંજલ દવે સહિતનાં સ્ટાર્સ સાથે ચેનલમાં વીડિયો બનાવ્યો છે.
સવાલ- તમારા ઘણા ફોલોઅર્સ છે પણ તમે કોને ફોલો કરો છો?
અમદાવાદી મેન– Youtube પર અમે હર્ષ બેનીવાલને ફોલો કરીએ છીએ.
