Not Set/ દેશ માટે પહેલો વર્લ્ડ કપ જીતનાર કપિલ દેવની સફર…

કપિલ દેવ એ ભારતીય ક્રિકેટર છે જેમણે પોતાના બળ પર ભારતને વર્લ્ડ કપ જીતાડ્યો હતો, તેઓ જેટલા સારા બેટ્સમેન છે તેના કરતાં પણ વધુ સારા બોલર છે. ક્રિકેટની દુનિયામાં કપિલ દેવને ઓલરાઉન્ડર માનવામાં આવે છે, તેમણે પોતાની રમત અને કૌશલ્યના જોરે ટીમને ઘણી વખત જીત અપાવી. એટલુ જ નહીં  તેમણે વર્ષ 1983માં ભારત માટે પહેલો વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો

Mantavya Exclusive Trending Sports

કપિલ દેવ એ ભારતીય ક્રિકેટર છે જેમણે પોતાના બળ પર ભારતને વર્લ્ડ કપ જીતાડ્યો હતો. તેઓ જેટલા સારા બેટ્સમેન છે તેના કરતાં પણ વધુ સારા બોલર છે. ક્રિકેટની દુનિયામાં કપિલ દેવને ઓલરાઉન્ડર માનવામાં આવે છે. તેમણે પોતાની રમત અને કૌશલ્યના જોરે ટીમને ઘણી વખત જીત અપાવી. એટલુ જ નહીં  તેમણે વર્ષ 1983માં ભારત માટે પહેલો વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. માત્ર 20 વર્ષની ઉંમરમાં કપિલ દેવે હજાર રન બનાવવાની સાથે 100 વિકેટ લેવાનો ખિતાબ પણ પોતાના નામે કર્યો જે મોટા રેકોર્ડથી છે.

પ્રારંભિક જીવન

ભારતીય ટીમના મહાન બેટ્સમેન અને બોલર કપિલ દેવનો જન્મ 6 જાન્યુઆરી, 1959ના રોજ ચંદીગઢ, પંજાબમાં થયો હતો. તેઓ હાલ 62 વર્ષના છે છતાં તે એકદમ ફિટ અને સ્વસ્થ દેખાય છે. કપિલ દેવનું શિક્ષણ ડીએવી પબ્લિક સ્કૂલમાંથી પૂર્ણ થયું છે.

પરિવાર..

પરિવાર વિશે માહિતી આપતા પહેલા તમને જણાવી દઈએ કે કપિલ દેવનું પૂરું નામ કપિલદેવ રામલાલ નિખંજ છે. તેમના પિતાનું નામ રામલાલ નિખંજ અને માતાનું નામ રાજકુમારી લાજવંતી છે. કપિલ દેવે રોમી ભાટિયા સાથે લગ્ન કર્યા છે અને આ દંપતીને એક પુત્રી અમિયા દેવ છે.

ક્રિકેટ કારકિર્દી

કપિલ દેવે 14 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તેમના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમણે ચંદીગઢમાં ઇન્ટર સેક્ટર મેચ રમી. વર્ષ 1974 દરમિયાન 17 વર્ષની ઉંમરે, , સેક્ટર 16ની ટીમમાં 3 ખેલાડીઓ હતા જેઓ હરિયાણા માટે રણજી ટ્રોફી રમ્યા હતા. કપિલ દેવજીએ પંજાબ સામે હરિયાણા તરફથી 6 વિકેટ લીધી અને પંજાબને 63 રનમાં આઉટ કરી દીધું. તેનાથી પ્રભાવિત થઈને તેમને હરિયાણાની રણજી ટીમનો હિસ્સો બનાવવામાં આવ્યા. કપિલ દેવની આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ કારકિર્દી 16 ઓક્ટોબર 1978ના રોજ શરૂ થઈ અને તેમણે ફૈસલાબાદમાં પાકિસ્તાન સામે મેચ રમી. આ રમતમાં તેમનું પ્રદર્શન બહુ સારું નહોતું પરંતુ તેમની અવગણના પણ ન થઈ શકે. આ પ્રવાસની ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન કપિલ દેવે 33 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેમનું વનડે ડેબ્યૂ 1 ઓક્ટોબર 1978ના રોજ થયું હતું અને આ દરમિયાન તેમણે પાકિસ્તાન સામે મેચ પણ રમી હતી. અહીં પણ તેમનું પ્રદર્શન સરેરાશ રહ્યું હતું. જોકે સમયની સાથે તેમની રમતમાં સુધારો થતો ગયો.

કપિલ દેવે વર્ષ 1979માં પાકિસ્તાનના ભારત પ્રવાસમાં પોતાનું સારું પ્રદર્શન કર્યું અને તેના કારણે તેમનું નામ ખૂબ જ ઝડપથી જાણીતું થઈ ગયું. આ સમયગાળા દરમિયાન 25 મેચમાં 100 ટેસ્ટ વિકેટ ઝડપનાર અને 1000 રન બનાવનાર સૌથી યુવા ક્રિકેટર તરીકે કપિલ ઉભરી આવ્યા. વર્લ્ડ કપ 1982 પહેલા પણ ભારતીય ટીમે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો અને આ દરમિયાન કપિલની રમત ખૂબ જ જોરદાર હતી. અહીં તેમને શ્રેણીમાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ મળ્યો હતો. આ જ વર્ષે પાકિસ્તાનની પણ ભારતની ટીમે ધોલાઈ કરી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા..

વર્ષ 1983માં કપિલ દેવની ક્રિકેટ કારકિર્દી સારી રીતે ચાલી રહી હતી. આ કારણે તે જ વર્ષે ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરને કેપ્ટનશિપ પરથી હટાવીને કપિલ દેવને ભારતના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. થોડા સમય પછી, ભારતે કપિલ દેવની કપ્તાની હેઠળ તેમનો પ્રથમ વિશ્વ કપ જીત્યો. 1983માં, કપિલજીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની અમદાવાદ ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરીને 83 રનમાં નવ વિકેટ ઝડપી હતી અને વેસ્ટન ક્રિકેટ ઓફ ધ યર તરીકે પણ ખિતાબ મેળવ્યો હતો. તેમની ખાસિયત એ હતી કે તે ઓછું બોલતા અને કામ વધારે બોલતું, પછી તે બેટિંગ હોય કે બોલિંગ. કપિલેજીએ 1990માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમતી વખતે ફોલોઓન બચાવવા 4 વખત એડી હેમિંગ્ઝના બોલ પર 6 સિક્સર ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા. તે એવા ક્રિકેટરોમાંથી એક છે જેમણે ટેસ્ટ મેચમાં 5248 રન બનાવીને 400થી વધુ વિકેટ લીધી છે. તેમના નામે 434 વિકેટ લેવાનો રેકોર્ડ છે.

ક્રિકેટને અલવિદા..

કપિલ દેવે 1994માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ત્યારબાદ 1999માં કપિલ દેવને ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનાવવામાં આવ્યા. કોચ તરીકે સફળ ન હતા, તેમણે માત્ર એક જ ટેસ્ટ મેચમાં ટીમને જીત અપાવી હતી. આ દરમિયાન તે કેટલાક વિવાદોમાં ફસાઈ ગયા, તેમના પર મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો. જેના કારણે કપિલ દેવે ઓગસ્ટ 2000માં ભારતના કોચ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

સંસ્થાની સ્થાપના..

કપીલ દેવે  2005 માં ખુશી નામની રાષ્ટ્રીય સરકારી સંસ્થાની સ્થાપના કરી અને તે સંસ્થાના પ્રમુખ બન્યા. આ સંસ્થા દિલ્હીમાં ઓછા વિશેષાધિકૃત બાળકો માટે ત્રણ શાળાઓ ચલાવી રહી છે. તેઓ 24 સપ્ટેમ્બર 2008ના રોજ ભારતીય પ્રાદેશિક સેનામાં જોડાયા હતા અને લેફ્ટનન્ટ કર્નલ તરીકે કમિશન્ડ થયા. અને 1982માં પદ્મશ્રી, 1991માં પદ્મ ભૂષણ, 2002માં વિઝડન ઈન્ડિયન ક્રિકેટ ઓફ ધ સેન્ચ્યુરી અને 2010માં આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમથી સન્નમાનિત કરવામાં આવ્યા.

ફિલ્મ 83..

ભારતના પહેલા વર્લ્ડ કપ પર એક ફિલ્મ પણ બની છે, જેનું નામ ’83’  છે. આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં અને તેમની પત્નીની ભૂમિકા દીપિકા પાદુકોણે ભજવી છે.