Not Set/ કોરોનાના લીધે 20 મહિનાથી બપોરની સુરેન્દ્રનગર ટ્રેન બંધ હાલતમાં જોવા મળી રહી છે

યાત્રિકો અને વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન છતાં વેસ્ટર્ન રેલ્વેને કશી જ પડી જ ના હોય તેવું જોવા મળી રહ્યું છે

Gujarat

કોરોનાને લીધે છેલ્લા 20 મહિનાથી બંધ બપોરની સુરેન્દ્રનગર-ભાવનગર ટ્રેન દોડાવવામાં મુંબઈ સ્થિત વેસ્ટર્ન રેલવેના બાબુઓની અવળચંડાઈને લીધે યાત્રિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

આ અંગે રેલવે તંત્રના માહિતગાર સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર, કોરોનાના કેસમાં ઘટાડો થઈ જતા રેલવે પ્રશાસને ચરણબધ્ધરીતે લોકલ ટ્રેનો દોડાવવાનો આરંભ કર્યો છે, અલબત્ત આ તમામ લોકલ ટ્રેનોમાં ભાવનગરથી સવારના 11-20 કલાકે ઉપડતી ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેન તેમજ સુરેન્દ્રનગરથી બપોરના 1-30 કલાકે ઉપડીને ભાવનગર સાંજના પહોચતી સુરેન્દ્રનગર-ભાવનગર ટ્રેન ચાલુ કરવામાં નહીં આવતા રેલવે યાત્રિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

આ  પણ વાંચો ;પંજાબ / લુધિયાણા કોર્ટ પરિસરમાં જોરદાર વિસ્ફોટ, બેનાં મોત

કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતો અટકાવવા તકેદારીના ભાગરૂપે રેલવે મંત્રાલયના નિર્દેશો અનુસાર વેસ્ટર્ન રેલવેએ દોઢ વર્ષ પહેલા જ તત્કાલ પ્રભાવથી તમામ લોકલ ટ્રેન અને લાંબા અંતરની ટ્રેનની આવાગમન બંધ કરી દેવામાં આવ્યુ હતું, આ તમામ લોકલ ટ્રેનમાં સુરેન્દ્રનગરથી બપોરના 1-30 કલાકે ઊપડીને સાંજના 5-15 કલાકની આસપાસ ભાવનગર પહોચતી સુરેન્દ્રનગર-ભાવનગર ટ્રેનનો પણ સમાવેશ કરાયો હતો.હવે જ્યારે કેસ ઘટી રહ્યા છે, ત્યારે બપોરના સુરેન્દ્રનગરથી ઉપડતી સુરેન્દ્રનગર-ભાવનગર ટ્રેન ચાલુ કરવી જરૂરી છે.

રેલવેના ડીઆરયુસીસીના મેમ્બર અને ભાજપ આગેવાન કિશોર ભટ્ટે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને રેલવે મંત્રાલય દ્વારા બંધ કરાયેલી ભાવનગર-સુરેન્દ્રનગર, ભાવનગર-પાલિતાણાની વધુ એક ટ્રીપ તેમજ ભાવનગર-સુરત ટ્રેન ચાલુ કરવા માટે રજૂઆત કરી છે.

આ પણ વાંચો ;ગુજરાત / કોરોનાથી સ્કુલો બંધ કરવા અંગે જીતુ વાઘાણીએ આપ્યું આ નિવેદન