ભારતનાં વર્લ્ડકપ વિજેતા કોચ ગેરી કર્સ્ટન IPL 2022માં પુનરાગમન કરવા માટે તૈયાર છે. દક્ષિણ આફ્રિકાનાં પૂર્વ ક્રિકેટર કર્સ્ટનને IPLમાં અમદાવાદ ફ્રેન્ચાઈઝીનાં મુખ્ય કોચ બનાવવામાં આવી શકે છે. ભારતનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા પણ અમદાવાદ ફ્રેન્ચાઈઝીનાં સપોર્ટ સ્ટાફમાં જોડાઈ શકે છે.
આ પણ વાંચો – Cricket / મલિંગાનાં ડુપ્લિકેટે ક્રિકેટ જગતમાં મુક્યો પગ, યોર્કર જોઇ ભલ ભલા બેટ્સમેનનાં ઉભા થઇ જશે રૂંવાટા, Video
આપને જણાવી દઇએ કે, ગેરી કર્સ્ટન વિશ્વનાં સૌથી પ્રભાવશાળી કોચમાંથી એક છે. તે ફરી એકવાર IPL ફ્રેન્ચાઇઝીનાં કોચિંગ સ્ટાફનો ભાગ બને તેવી શક્યતા છે. દક્ષિણ આફ્રિકાનાં દિગ્ગજ બેટ્સમેન અગાઉ દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નાં મુખ્ય કોચ રહી ચૂક્યા છે. ક્રિકબઝનાં અહેવાલ મુજબ, ભારતનાં ભૂતપૂર્વ મુખ્ય કોચ કર્સ્ટન અમદાવાદી ટીમનાં સપોર્ટ સ્ટાફનો ભાગ બનવાની રેસમાં છે અને એવું માનવામાં આવે છે કે ભારતનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર નેહરા પણ તેમની સાથે જોડાઈ શકે છે. આ બન્ને RCB ફ્રેન્ચાઈઝીનાં કોચિંગ સ્ટાફનો ભાગ રહી ચૂક્યા છે. કર્સ્ટન મુખ્ય કોચ હતા ત્યારે 2011માં ભારતે 28 વર્ષ પછી વર્લ્ડકપ જીત્યો હતો. તે સમયે નેહરા પણ તે વર્લ્ડકપ વિજેતા ટીમનો સભ્ય હતો. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ ખેલાડી વિક્રમ સોલંકી પણ અમદાવાદનાં કોચિંગ સ્ટાફમાં જોડાઈ શકે છે. અગાઉ, એવા અહેવાલો હતા કે CVCની માલિકીની અમદાવાદ ફ્રેન્ચાઇઝી ભારતીય કોચ સાથે પણ વાતચીત કરી રહી છે. તેમાં રવિ શાસ્ત્રી, ભરત અરુણ અને આર શ્રીધરનો સમાવેશ થાય છે, જેઓ થોડા દિવસો પહેલા સુધી ભારતનાં કોચિંગ સ્ટાફનો ભાગ હતા.
🚨 REPORTS 🚨
Ashish Nehra, Gary Kirsten & Vikram Solanki are likely to be part of the Ahemdabad franchise's support staff.#INDvSA #Ashes #IPL2022 #SAvIND pic.twitter.com/tXv4rrxbPB
— The Cricket Alert (@TheCricketAlert) December 23, 2021
અમદાવાદ ફ્રેન્ચાઇઝીનાં કોચિંગ સ્ટાફ અંગેનો અંતિમ નિર્ણય CVC કેપિટલ્સને BCCI તરફથી મંજૂરી મળ્યા પછી જ લેવામાં આવે તેવી અપેક્ષા છે. જો કે ટૂંક સમયમાં તેને બોર્ડ તરફથી લીલી ઝંડી મળવા જઈ રહી છે. ફ્રેન્ચાઇઝીએ તાજેતરમાં વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમ્યાન BCCI અધિકારીઓને જાણ કરી હતી કે તેઓએ તેમના એશિયન ફંડમાંથી IPLમાં રોકાણ કર્યું છે. દરેક વસ્તુને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને ફ્રેન્ચાઇઝી કરાર પર હસ્તાક્ષર થવાની રાહ જોવાઈ રહી છે.
