પાકિસ્તાન સુપર લીગનો પ્રથમ એલિમિનેટર મુકાબલો પેશાવર જલ્મી અને લાહોર કલેન્ડર્સ વચ્ચે રમાયો હતો. માર્ચમાં, કોરોનાવાયરસ કેસ વધ્યા પછી પીએસએલ બંધ કરાઇ હતી. પરંતુ હવે બાકીની મેચ ચાલી રહી છે. બંને ટીમ વચ્ચે પ્રથમ પ્લેઓફ મેચ રમવામાં આવી હતી. જેને લાહોર કલેન્ડર્સ સરળતાથી જીતી ગઇ હતી. પેશાવર જલ્મી હાર બાદ બહાર થઇ ચુકી છે. જો કે આ મેચમાં કંઇક એવું બન્યું જેણે દરેકને આશ્ચર્યચકિત કરી દીધા હતા. બેટિંગ છોડીને મોહમ્મદ હાફીઝ ટોઇલેટમાં ચાલ્યો ગયો હતો, જેના પર ઇમામ-ઉલ-હકે તેને ટ્રોલ કર્યો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
https://twitter.com/thePSLt20/status/1327686158193733632?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1327686158193733632%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fkhabar.ndtv.com%2Fnews%2Fzara-hatke%2Fpsl-2020-pz-vs-lq-imam-ul-haq-hilariously-trolls-mohammad-hafeez-during-psl-eliminator-game-see-viral-video-2325678
પેશાવર જલ્મીએ પ્રથમ બેટિંગ કરતા 170 રન બનાવ્યા હતા. તેના જવાબમાં લાહોરની શરૂઆત સારી રહી ન હોતી. પરંતુ મોહમ્મદ હાફીઝ અને બેન ડંકે મેચ જાળવી રાખી હતી. બેન ડંક પછી શાનદાર બેટિંગ કરી રહેલા મોહમ્મદ હાફીઝ પણ પેવેલિયન તરફ ચાલ્યો ગયો હતો. જ્યારે રમીઝ રાજાએ સ્પાઇડર કેમમાંથી શોએબ મલિક, વહાબ રિયાઝ અને ઇમામ-ઉલ-હકને પૂછ્યું ત્યારે ઇમામ-ઉલ-હકે કહ્યું – “2 ઓવરથી કહે છે કે ટોયલેટ આવ્યુ છે.”
મેચનો હીરો મોહમ્મદ હાફીઝ રહ્યો છે. તેણે 46 બોલમાં 74 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. તેની ઇનિંગ્સનાં કારણે, ટીમ એલિમિનેટર 2 સુધી પહોંચી શકી હતી. તેના સિવાય કોઈ પણ બેટ્સમેન 20 થી વધુ રન બનાવી શક્યો નહતો. આ મેચ જીત્યા બાદ લાહોરે મુલ્તાન સુલ્તાનને પણ હરાવી ફાઇનલમાં તેની ટિકિટની પુષ્ટિ કરી હતી. હવે લાહોર ફાઈનલમાં કરાચી સાથે ટકરાશે. બંને ટીમો ઉત્તમ ફોર્મમાં છે.
