રાજયમાં હવે નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ 6થી10માં વૈદિક ગણિતનો અભ્યાસ કરવવામાં આવશે. હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પસંદ થનારી 20 હજાર સ્કૂલોમાં તબક્કાવાર અમલ કરવામાં આવશે. અન્ય સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોએ સ્થાનિક પરિસ્થિતિના આધારે સ્વૈચ્છિક અમલ કરાવાનો રહેશે. વૈદિક ગણતિને લઈને વિદ્યાર્થીઓને બ્રીજ કોર્સ પણ કરાવામાં આવશે.
આ પણ વાંચો :ગુજરાત / 31 ડિસેમ્બરે સીએમ ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે ,વિવિધ કાર્યકર્મોમાં હાજરી આપશે
વૈદિક ગણિતનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓમાં આ વિષય પરત્વેનો ઉત્સાહ, આનંદ અને આત્મવિશ્વાસ વધારી શકાય છે. જેથી વૈદિક ગણિતનો પરિચય કરાવવા અંગેની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.દરમિયાન સરકારે વૈદિક ગણિતને અભ્યાસક્રમમાં સમાવવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત તબક્કાવાર પસંદ થનારી 20 હજાર સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વૈદિક ગણિતનો ફરજિયાત અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો :બોઇલર બ્લાસ્ટ / વડોદરાની કંપનીમાં બોઇલર ફાટતા 4 લોકોનાં મોત,8ની હાલત ગંભીર
શૈક્ષણિક વર્ષ 2022-23થી વૈદિક ગણિતનું તબક્કાવાર અમલીકરણ કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં શૈક્ષણિક વર્ષ 2022-23માં ધોરણ6-7 અને 9માં વૈદિક ગણિતનો અભ્યાસ શરૂ કરાવાશે. જ્યારે બીજા તબક્કામાં એટલે કે શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ 8 અને 10માં વૈદિક ગણિત શીખવવાનું શરૂ કરાશે. આમ, બે વર્ષમાં 6-10 સુધીના તમામ ધોરણમાં વૈદિક ગણિતનો અમલ શરૂ કરવાનું આયોજન કરાયું છે.
