U19 Asia Cup/ અંતિમ બોલ પર પાકિસ્તાને મારી બાજી, ભારતને 2 વિકેટે હરાવ્યું

અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાને રોમાંચક મેચમાં ભારતને છેલ્લા બોલે 2 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 49 ઓવરમાં 237 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટે 240 રન બનાવ્યા હતા.

Sports
IND vs PAK

અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાને રોમાંચક મેચમાં ભારતને છેલ્લા બોલે 2 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 49 ઓવરમાં 237 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટે 240 રન બનાવ્યા હતા. આ સિવાય બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને પણ પોતપોતાની મેચ જીતી હતી.

આ પણ વાંચો – Viral Video / બેટ્સમેનની એક ભૂલ ટીમને પડી ભારે, 2 રનનાં ચક્કરમાં કરી આટલી મોટી ભૂલ, Video

આપને જણાવી દઇએ કે, પાકિસ્તાન અંડર 19 એ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ભારતનાં ઓપનર અંગક્રિશ રઘુવંશીને ખાતું ખોલ્યા વિના પેવેલિયન મોકલી દીધો હતો. આ પછી અનુક્રમે 6 અને 0નાં વ્યક્તિગત સ્કોર પર શેખ રશીદ અને યશ ધુલને આઉટ કરવામાં આવ્યા હતા. નિશાંત સિંધુ પણ 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હરનૂર સિંહે એક છેડેથી 46 રન બનાવ્યા હતા. લોઅર મિડલ ઓર્ડર તરફથી આરાધ્યા યાદવે 50 રન બનાવ્યા હતા. કુશલ તાંબેએ 32 અને રાજવર્ધન હેંગરગેકરે 33 રન બનાવ્યા હતા. આ રીતે ભારતીય ઇનિંગ 49 ઓવરમાં 237 રનમાં સમેટાઈ ગઇ હતી. પાકિસ્તાન તરફથી ઝીશાન ઝમીરે 5 વિકેટ લીધી હતી. જવાબમાં પાકિસ્તાને અબ્દુલ વાહિદની વિકેટ ગુમાવી દીધી હતી. તે ખાતું પણ ખોલી શક્યો ન હતો. તેમના પછી, માદ સદાકત અને મુહમ્મદ શહઝાદે શાનદાર બેટિંગ કરી અને બીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી હતી. સદાકત 29 રન બનાવીને આઉટ થયો હતો. શહઝાદ એક છેડે રહ્યો અને રન બનાવતો રહ્યો. કાસિમ અકરમે 22, ઈરફાન ખાને 32 અને રિઝવાન મહમૂદે 29 રન બનાવ્યા હતા. આ દરમ્યાન અડધી સદી બાદ સદી તરફ આગળ વધી રહેલો શહજાદ પણ 81 રન બનાવીને આઉટ થયો હતો. આ સમયે પાકિસ્તાનમાં સ્થિતિ ખરાબ હતી પરંતુ અહેમદ ખાને આવીને ઝડપી બેટિંગ કરી હતી. તેણે છેલ્લી બોલ પર મેચ જીતી હતી.

આ પણ વાંચો – IND vs SA / ટીમ ઈન્ડિયા પાસે આફ્રિકાની ધરતી પર પ્રથમ વખત ટેસ્ટ સીરીઝ જીતવાની તક, જાણો શું હશે Playing Eleven

પાકિસ્તાનને છેલ્લા બોલ પર 2 રનની જરૂર હતી અને અહેમદે ચોક્કો ફટકારીને ટીમનો સ્કોર 8 વિકેટે 240 રન સુધી પહોંચાડ્યો હતો. અહેમદ ખાન 19 બોલમાં 29 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી રાજ બાવાએ 4 વિકેટ ઝડપી હતી. આ પહેલા 24 ડિસેમ્બરે બાંગ્લાદેશે નેપાળની ટીમને 154 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 4 વિકેટે 297 રન બનાવ્યા હતા. જવાબમાં નેપાળની ટીમ 143 રનમાં સમેટાઈ ગઈ હતી. આજે બાંગ્લાદેશે કુવૈતની ટીમને 222 રને હરાવ્યું હતું. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 291 રન બનાવ્યા હતા. જવાબમાં કુવૈતની ટીમ 69 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.