ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે. તેના ફેન્સ તેના ફોટા અને વીડિયોને ખૂબ પસંદ કરે છે. તે જ સમયે, લોકો હિના ખાન અને શાહિર શેખની જોડી પર પણ પ્રેમ વરસાવે છે. ‘બારીશ બન જાના’ ગીત બાદ હિના અને શાહિરની જોડી ચાહકોની પસંદ બની ગઈ છે. આવી સ્થિતિમાં હિનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાની અને શાહિર શેખની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે, જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
આ પણ વાંચો :સની લિયોનીના આ ગીત પર હવે મધ્યપ્રદેશમાં હંગામો, ગૃહમંત્રીએ કહ્યું 3 દિવસમાં ગીત નહીં હટાવો તો…
આ તસવીરોમાં હિના અને શાહિરનો રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યા છે. આ શેર કરીને અભિનેત્રીએ તેના ચાહકોને ક્રિસમસની શુભેચ્છા પાઠવી છે. તસવીરોમાં શાહીર અને હિના એકબીજાને પ્રેમથી જોતા જોવા મળે છે. જ્યાં હિના લેમન યલો ટોપ, જીન્સ અને ઢીલા વાળમાં ખૂબસૂરત લાગે છે, તો શાહિર પણ શર્ટ અને પેન્ટમાં હેન્ડસમ લાગી રહી છે. આ ફોટા શેર કરતા હિનાએ લખ્યું, ‘#ShaHina???? મેરી ક્રિસમસ ?????? #FriendsForever #MohabbatHai’. તસવીર જોયા બાદ લોકો આ પોસ્ટ પર ‘જોડી હો તો ઐસી’ કમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.
https://www.instagram.com/p/CX6RJSEoabx/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો :સાપ કરડ્યા બાદ સલમાન ખાનની કેવી છે તબિયત ? જાણો હેલ્થ અપડેટ
નોંધનીય છે કે હાલમાં જ હિના અને શાહિરનું ગીત ‘મોહબ્બત હૈ’ રીલિઝ થયું છે, જેને લોકોએ ઘણું પસંદ કર્યું છે. આ ગીત દ્વારા ફરી એકવાર હિના અને શાહિરની કેમેસ્ટ્રી લોકોના દિલ જીતવામાં સફળ રહી છે. અગાઉ બંને બારિશ બન જાના ગીતમાં જોવા મળ્યા હતા. આ ગીતે હાલમાં જ યુટ્યુબ પર તેના 400 મિલિયન વ્યુઝ પૂર્ણ કર્યા છે.
આ પણ વાંચો :પ્રિયંકા ચોપરાને ખોળામાં બેસાડીને પતિ નિક જોનાસે કરી Kiss, કપલે આ રીતે ઉજવી ક્રિસમસ
આ પણ વાંચો :સલમાન ખાનને સાપે માર્યો ડંખ, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા,જાણો સમગ્ર વિગત
આ પણ વાંચો : સ્મૃતિ ઈરાનીની દીકરીએ બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ, ટીવીની તુલસીએ જમાઈને જાહેરમાં આપી આવી ચેતવણી
