OMG!/ સલમાન ખાન બાદ હવે આ પોપ સિંગરને પણ સાપે માર્યો ડંખ, જુઓ Video

એપ્રિલ 2021 માં, પોપ સિંગર Maeta ને Jay Z’s label Roc Nation માટે સાઇન કરવામાં આવી હતી. હવે એવા અહેવાલ આવી રહ્યા છે કે તેને સાપે ડંખ માર્યો છે.

Ajab Gajab News
પોપ સિંગર Maeta

એપ્રિલ 2021 માં, પોપ સિંગર Maeta ને Jay Z’s label Roc Nation માટે સાઇન કરવામાં આવી હતી. હવે એવા અહેવાલ આવી રહ્યા છે કે તેને સાપે ડંખ માર્યો છે. સિંગરે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર આ ઘટનાનાં ફૂટેજ શેર કર્યા છે, જે હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઉપરાંત, એક ક્લિપમાં, Maeta વીડિયોમાં સાપથી ઘેરાયેલી જોવા મળે છે.

પોપ સિંગર Maeta

આ પણ વાંચો – 83 અમૂલ ડૂડલ / અમૂલ એ રણવીર સિંહની ફિલ્મ 83ને સમર્પિત કર્યું ડૂડલ, ફોટો જોઈને ચાહકો પણ થશે ખુશ

બોલિવૂડ સુપરસ્ટાર દબંગ ખાનને સાપે ડંખ માર્યો હતો. બોલિવૂડથી લઈને મીડિયા સુધી દરેક જગ્યાએ આ સમાચાર ચર્ચામાં હતા. હજુ આ સમાચાર ઠંડા પણ નથી થયા કે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ વખતે આ સમાચાર બોલિવૂડ સાથે સંબંધિત નથી. આ વખતે સિંગર Maeta સાપનો શિકાર બની છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે Maeta એક ઈન્ટરનેશનલ સિંગર છે. સલમાન ખાન બાદ હવે તે સાપનો શિકાર બની હોવાના સમાચાર આવી રહ્યા છે. સિંગરે પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી આપી છે. એટલું જ નહીં, તેણે આ ઘટના સાથે જોડાયેલો પોતાનો વીડિયો પણ શેર કર્યો છે.

https://www.instagram.com/tv/CXrFm1dJ7FU/?utm_source=ig_web_copy_link

જણાવી દઇએ કે, Maeta એ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં 21 વર્ષીય સિંગર ઘણા બધા સાપથી ઘેરાયેલી કાર્પેટ પર સૂતી જોઈ શકાય છે. આ દરમ્યાન તેના ચહેરા પર એક સાપે ડંખ માર્યો હતો, જેના કારણે સિંગર ઈજાગ્રસ્ત થઈ અને તે સાપને બાજુમાં ફેંકી દીધો હતો. આ ક્લિપને શેર કરતા Maeta એ કેપ્શનમાં લખ્યું, ‘હું તમારા બધા માટે વીડિયો બનાવવા માટે શું કરી રહી છું.’ ગયા અઠવાડિયે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો ત્યારથી જ આ વીડિયોને સમગ્ર ઈન્સ્ટાગ્રામની દુનિયામાં 4.8 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

આ પણ વાંચો – Interesting / મોડલે ડોલ જેવો લૂક મેળવવા ખર્ચ્યા 11 લાખ રૂપિયા, પણ હવે થઇ રહ્યો છે પસ્તાવો, જાણો કેમ

પીપલ મેગેઝિન અનુસાર, ‘મ્યુઝિક વીડિયો માટે જે સાપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમાંથી એક પણ સાપ ઝેરી નહોતો. Maeta ને તેની ચિન પર સાપનો ડંખ લાગવાથી ઈજા પહોંચી હતી તે સિવાય તેને બીજી કોઈ ઈજા પહોંચી નથી. 21 વર્ષની R&B સિંગર Maeta એ ખૂબ જ નાની ઉંમરે સાઉન્ડક્લાઉડ પર ગીતો પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતુ. જય ઝેડનાં મેનેજમેન્ટ લેબલ રોક નેશન પર સાઇન કર્યા બાદ અને તેનું પ્રથમ આલ્બમ ‘હેબિટ્સ’ રિલીઝ કર્યા પછી, તેણે વર્ષ 2021 માં ઘણી લોકપ્રિયતા મેળવી છે.