- બોટાદમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગાઇડલાઇન ભંગ
- વધતા કોરોના સંક્રમણ વચ્ચે બેદરકારી
- બોટાદમાં પૂર્વમંત્રી હાજરીમાં ગાઇડલાઇન ભંગ
- સૌરભ પટેલે સો.મિડીયામાં કરી પોસ્ટ
- મોટી સંખ્યામાં લોકોએ સો.ડિસ્ટન્સનો કર્યો ભંગ
- મંતવ્ય ન્યૂઝ વીડિયોની પુષ્ટિ નથી કરતું
રાજ્યમાં જે રીતે કોરનાનાં કેસ વધી રહ્યા છે તે જોતા લાગે છે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ખૂબ જરૂરી બની ગયુ છે. ત્યારે બોટાડથી એક એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જે જોયા બાદ તમે વિચારશો કે કોરોનાવાયરસને આ લોકો સામેથી બોલાવી રહ્યા છે.
આ પણ વાંચો – ગાંધીનગર / CM ભુપેન્દ્ર પટેલ આજે વહેલી સવારે પહોંચ્યા ગાંધીનગર સિવિલ, સરપ્રાઇઝ વિઝિટથી સ્ટાફ થયુ એલર્ટ
આપને જણાવી દઇએ કે, કોરોનાને લઇને જનતામાં જાગૃતતા આવી હોય તેવુ લાગી રહ્યુ નથી. જો કે જનતાનો જ વાંક કાઢવો ખોટુ પડશે, કારણ કે રાજ્યનાં નેતાઓ પણ ક્યા આ વાતને સમજી રહ્યા છે. જી હા, અહી વાત બોટાદની થઇ રહી છે, જ્યા પૂર્વ મંત્રીની હાજરીમાં જ કોરોનાને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હોય તેવી સ્થિતિ ઉદ્દભવી છે. બોટાદમાં ગઈકાલ શનિવારે રાત્રીનાં સમયે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલી ડિસેમ્બરથી ક્રિકેટ ટૂર્નામેન્ટની શરૂઆત થઈ હતી અને 25 ડિસેમ્બરે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ હતી. આ ફાઈનલ મેચમા ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ બોલર મુનાફ પટેલ તેમજ બોટાદ મત વિસ્તારનાં ધારાસભ્ય સૌરભ પટેલ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા હોય તેમ મોટી સંખ્યામાં લોકો અહી ઉમટી પડ્યા હતા. આપને જાણીને નવાઇ લાગશે પણ આ ફાઈનલ મેચમાં હજારોની સંખ્યામાં ભીડ તો હતી જ પણ સાથે પૂર્વ મંત્રી સૌરભ પટેલ પણ હાજર રહ્યા હતા. રાજ્યમાં જ્યારે કોરોનાનાં કેસ વધી રહ્યા છે તે વચ્ચે આ ચોંકાવનારો વીડિયો સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. આ વીડિયોને સૌરભ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
આ પણ વાંચો – Night Curfew / રાજ્યમાં કર્ફ્યુની પ્રથમ રાત્રિએ જ નિયમભંગ, પોલીસે વાહનચાલકો પાસેથી વસૂલ્યો મસમોટો દંડ
ઉલ્લેખનીય છે કે, રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર રાજ્યમાં રવિવારે કોરોનાનાં 177 કેસ નોંધાયા હતા. વળી આ દરમ્યાન રાજ્યમાં ઓમિક્રોનનાં કોઇ કેસ સામે આવ્યા નથી. રાજ્યમાં નોંધાયેલા કેસમાં અમદાવાદમાં સૌથી વધુ 53 કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 25 અને વડોદરામાં 16 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 36 કેસ નોંધાયા છે.
મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી…
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
