કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક કાર્યક્રમ દરમ્યાન મહાત્મા ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલી કથિત ટિપ્પણીની ટીકા કરી હતી અને રાષ્ટ્રપિતાને ટાંકીને કહ્યું હતું કે તેમના વિચારોને કેદ કરી શકાશે નહીં.
આ પણ વાંચો – Interesting / મોડલે ડોલ જેવો લૂક મેળવવા ખર્ચ્યા 11 લાખ રૂપિયા, પણ હવે થઇ રહ્યો છે પસ્તાવો, જાણો કેમ
વાયનાડનાં લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે રાયપુરમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન હિંદુ ધર્મગુરુઓએ મહાત્મા ગાંધીનાં હત્યારા નાથુરામ ગોડસેનાં વખાણ કર્યા હોવાને લઇને આ ટિપ્પણી કરી હતી. ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે મહાત્મા ગાંધીને ટાંકીને કહ્યું હતું કે, “તમે મને સાંકળોથી બાંધી શકો છો, મને ત્રાસ આપી શકો છો, તમે આ શરીરનો નાશ કરી શકો છો, પરંતુ તમે મારા વિચારોને ક્યારેય કેદ કરી શકતા નથી.”
“आप मुझे बेड़ियों से जकड़ सकते हैं, यातना दे सकते हैं, आप इस शरीर को ख़त्म भी कर सकते हैं, लेकिन आप मेरे विचारों को क़ैद नहीं कर सकते।”
– महात्मा गांधी#GandhiForever
— Rahul Gandhi (@RahulGandhi) December 27, 2021
આ પણ વાંચો – Technology / શું તમે તમારા WhatsApp ને ગોલ્ડ આઇકોનમાં બદલવા માંગો છો? તો Follow કરો આ Steps
ઉલ્લેખનીય છે કે, હિન્દુ ધાર્મિક નેતા કાલીચરણ મહારાજે રાયપુરનાં રાવણભથ મેદાનમાં બે દિવસીય ‘ધર્મ સંસદ’નાં છેલ્લા દિવસે તેમના ભાષણ દરમ્યાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિરુદ્ધ કથિત “અપમાનજનક” ટિપ્પણી કરી હતી. તેમણે લોકોને કહ્યું હતુ કે, તેઓ ધર્મની રક્ષા માટે સરકારનાં વડા તરીકે કટ્ટર હિંદુ નેતાને પસંદ કરે છે. અગાઉ, યતિ નરસિમ્હાનંદ ગિરીએ સત્ય અને ધર્મનાં પ્રતીક તરીકે ગોડસેની પ્રશંસા કરી હતી.
