Not Set/ ફોબ્સ ઇન્ડિયાની યાદીમાં મુકેશ અંબાણીનો દબદબો રહ્યો યથાવત

ફોબ્સ ઇન્ડિયાએ દેશના ટોચના અમીરોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મૂકેશ અંબાણીનો દબદબો યથાવત્ જોવા મળ્યો છે. દેશના ટોપન અમીરોની યાદીમાં મૂકેશ અંબાણી ૩૮૦૦ કરોડ ડોલરની સંપત્તિ સાથે પ્રથમ ક્રમાંકે રહ્યા છે. જ્યારે વિપ્રોના અઝીમ પ્રેમજી યાદીમાં બીજા ક્રમે આવ્યા છે. તેઓની સંપત્તિ ૧૯૦૦ કરોડ ડોલર છે. ત્રીજા ક્રમે હિંદુજા બ્રધર્સ અને ચોથા ક્રમે […]

Business

ફોબ્સ ઇન્ડિયાએ દેશના ટોચના અમીરોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મૂકેશ અંબાણીનો દબદબો યથાવત્ જોવા મળ્યો છે. દેશના ટોપન અમીરોની યાદીમાં મૂકેશ અંબાણી ૩૮૦૦ કરોડ ડોલરની સંપત્તિ સાથે પ્રથમ ક્રમાંકે રહ્યા છે. જ્યારે વિપ્રોના અઝીમ પ્રેમજી યાદીમાં બીજા ક્રમે આવ્યા છે. તેઓની સંપત્તિ ૧૯૦૦ કરોડ ડોલર છે. ત્રીજા ક્રમે હિંદુજા બ્રધર્સ અને ચોથા ક્રમે લક્ષ્‍મી મિત્તલ છે, જ્યારે પાંચમા ક્રમે પાલોમજી મિસ્ત્રી આવ્યા છે.

જ્યારે ૧૪૦૦ કરોડ ડોલરની સંપત્તિ સાથે છઠ્ઠા ક્રમે ગોદરેજ પરિવાર છે, જ્યારે ૧૩૦૦ કરોડ ડોલરની સંપત્તિ ધરાવતા શિવ નાદર ફોર્બ્સની યાદીમાં સાતમા ક્રમે છે. ૧૨૫૦ કરોડ ડોલર સાથે કુમાર બિરલા આઠમા ક્રમે અને ૧૨૦૦ કરોડ ડોલરની સંપત્તિ ધરાવતા દિલીપ સંઘવી નવમા ક્રમે આવ્યા છે. જયારે ૧૧૦૦ કરોડ ડોલરની સંપત્તિ ધરાવતા ગૌતમ અદાણી દસમા નંબરે આવ્યા છે.