રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી મંગળવારે તેમના બિઝનેસ ગ્રૂપમાં નેતૃત્વના સંક્રમણનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તેઓ વરિષ્ઠ સહકર્મીઓ સાથે મળીને યુવા પેઢીને બાગડોર સોંપવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માંગે છે. દેશના સૌથી અમીર વ્યક્તિ અંબાણીએ દેશની સૌથી મૂલ્યવાન કંપનીમાં ઉત્તરાધિકાર પર પ્રથમ વખત નિવેદન આપતા કહ્યું કે, ‘રિલાયન્સ હવે નોંધપાત્ર નેતૃત્વ પરિવર્તનની પ્રક્રિયાનો એક ભાગ છે.’
મુકેશ અંબાણીએ તેમના પિતા પાસેથી રિલાયન્સ ગ્રુપની બાગડોર સંભાળી હતી . હવે 64 વર્ષના મુકેશ અંબાણીએ તેમના પિતાના જન્મદિવસ પર આયોજિત કાર્યક્રમમાં ઉત્તરાધિકાર સોંપવાની પ્રક્રિયા શરૂ કરવાની માહિતી આપી હતી. તેમને બે પુત્રો આકાશ અને અનંત અને એક પુત્રી ઈશા છે.
આ પણ વાંચો:National / શા માટે પ્રધાનમંત્રી મોદીના કાફલામાં સામેલ કરવામાં આવી મર્સિડીઝ-મેબેક ? કારની કિંમતને લઇને પણ સામે આવ્યો ખુલાસો
અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આવનારા વર્ષોમાં વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત અને મજબૂત કંપનીઓમાંની એક હશે. આમાં સ્વચ્છ અને ગ્રીન એનર્જી સેક્ટર સિવાય રિટેલ અને ટેલિકોમ બિઝનેસની ભૂમિકા મહત્વની રહેશે, જે અભૂતપૂર્વ દરે વધી રહ્યા છે.
મોટા સપના અને અશક્ય લાગતા ધ્યેયો હાંસલ કરવા માટે, યોગ્ય લોકોને જોડવા અને યોગ્ય નેતૃત્વ હોવું જરૂરી છે. રિલાયન્સ હવે નેતૃત્વમાં નોંધપાત્ર ફેરફાર કરવાની પ્રક્રિયામાં છે. મારી પેઢીના વરિષ્ઠોથી લઈને નવી પેઢીના લોકોમાં આ પરિવર્તન આવશે. તેમણે કહ્યું કે તેઓ પ્રક્રિયાને ઝડપી બનાવવા માંગે છે.
અંબાણીએ તેમના સંબોધનમાં કહ્યું, ‘મારા સહિત તમામ વરિષ્ઠોએ હવે રિલાયન્સમાં ખૂબ જ સક્ષમ, પ્રતિબદ્ધ અને પ્રતિભાશાળી યુવા નેતૃત્વ વિકસાવવું જોઈએ. આપણે તેમને માર્ગદર્શન આપવું જોઈએ, સક્ષમ કરવું જોઈએ અને પ્રોત્સાહિત કરવું જોઈએ. અને જ્યારે તેઓ આપણા કરતાં વધુ સારું પ્રદર્શન કરતા જોવા મળે, ત્યારે આપણે આરામથી બેસીને તાળીઓ પાડવી જોઈએ. જો કે તેણે આ અંગે વધુ વિગતો આપી ન હતી.
આ પણ વાંચો:કોરોના સંક્રમિત / કપૂર ફેમિલીમાં ફુટયો કોરોના બોમ્બ, બોલિવૂડ એકટર અર્જુન કપૂર અને તેની બહેન કોરોના પોઝિટિવ
