- અમદાવાદમાં વધુ બે ઝોન માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં
- સાઉથ અને નોર્થ વેસ્ટ ઝોન માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં
- ઇસનપુર અને આંબલી વિસ્તાર માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં
- સાઉથ ઝોનના 9 ઘર અને નોર્થ વેસ્ટ ઝોનના 6 ઘર
- હાલ શહેરમાં 11 વિસ્તાર માઈક્રો કન્ટેન્ટમેન્ટ હેઠળ
વિશ્વમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે,સમગ્ર દુનિયામાં કોરોનાએ ઉછાળો માર્યો છે,ત્યારે ગુજરાતમાં પણ કોરનાના કેસમાં ધરખમ વધારો નોધાયા છે. જે ચિંતાજનક બાબત છે,કોરોનાના સૈાથી વધારે કેસ અમદાવાદમાં જોવા મળ્યા છે એ પણ છેલ્લા 24 કલાકમાં. મેટ્રો સીટી અમદાવાદમાં કોરોનાના કેસમાં અચાનક વધારો થયો હોવાથી તંત્ર એલર્ટ બન્યું છે. શહેરમાં વધુ બે ઝોન માઇક્રો કેન્ટેન્ટમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. સાઉથ અને નોર્થ ઝોન માઇક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરયા છે.આરોગ્ય વિભાગની માહિતી અનુસાર સાઉથ ઝોનના 9 અને નોર્થ ઝોનના 6 ઘર કન્ટેન્ટમેન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. હાલ શહેરમાં 11 વિસ્તાર માઇક્રો કન્ટેન્ટમેન્ટ હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 548 કેસ નોંધાયા છે,જ્યારે અમદાવાદમાં સૌથી વધુ 265કેસ વડોદરામાં 34, આણંદમાં 23 કેસ, સુરતમાં 72 , રાજકોટમાં 20 કોરોનાના ,ખેડામાં 21કેસ નોંધાયા છે.જ્યારે કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં ઘટડોથઇ રહ્યો છે,છેલ્લા 24 કલાકમાં 65 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે.
