ગુજરાત/ વીજ ટ્રાન્સમિશન લાઇન કે ટાવર નાખવા માટે ખેડૂતને હવે બમણું વળતર ચૂકવાશે

જમીનના ઉપયોગ બદલ વળતર પેટે જમીનના મૂલ્યના 7.5 ટકાની બદલે હવે 15 ટકા લેખે ચૂકવણું કરાશે

Gujarat

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા માટે અસરગ્રસ્ત ખેડૂતો એટલે કે જમીનધારકોને નૂકશાની પેટે અપાતા વળતર અંગે નવી નીતિ જાહેર કરવામાં આવી છે.

ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ આ અંગે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતો અને જમીન ધારકોની માંગણીને ધ્યાને લઇને, નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા અંગે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન અંગે અગાઉ નિયત થયેલ વળતરમાં વધારો આપવાનો મહત્વનો નિર્ણય ના ઠરાવથી કર્યો છે.

આ પણ વાંચો:Covid-19 / ગોવામાં નાઈટ કર્ફ્યુ લાગુ, મુંબઈમાં 31 જાન્યુઆરી સુધી 8મી સુધીના વર્ગો ઓનલાઈન, ક્યાં છે કેવા નિયંત્રણો આવો જાણીએ

આ ઉપરાંત રો કોરિડોરના કારણે જમીનના ઉપયોગ બદલ વળતર પેટે જમીનના મૂલ્યના 7.5% બદલે બમણુ એટલે કે 15% લેખે ચૂકવણું કરાશે. ફળાવ ઝાડ તથા અન્ય ઝાડના નુકશાન પેટે વળતર ચૂકવતી વખતે વળતરના મૂલ્યાંકન માટે મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરેલ તા.12.01.2021 ના પરિપત્ર તેમજ ત્યાર બાદ સમય-સમયે સુધારેલ પરિપત્ર પ્રમાણે નક્કી કરેલા દરો લાગુ પડશે. જે

ઊર્જામંત્રીએ ઉમેર્યુ કે, જમીનના મૂલ્યના મૂલ્યાંકન માટે, જે-તે સમયના અને સ્થળના, સરકારના પ્રવર્તમાન, ઓનલાઇન જંત્રી દરોને વાર્ષિક વધુમાં વધુ 10% વધારો (ચક્રવૃદ્ધિ) ગણીને, વળતરની ગણતરી આખરી કરવાની રહેશે. આ જોગવાઇઓ નવી ટ્રાન્સમિશન લાઇન તેમજ પ્રગતિમાં હોય તેવી ટ્રાન્સમિશન લાઇનના કામ માટે લાગુ પડશે.આ સુધારાને કારણે ટ્રાન્સમિશન લાઇન નાખવાના કામમાં ઝડપ આવશે.

આ પણ વાંચો:Bollywood / બોલિવુડની પ્રખ્યાત નિર્માતા એકતા કપૂર થઈ કોરોના સંકર્મિત…..