પર્દાફાશ/ પાકિસ્તાન કરતારપુર કોરિડોર દ્વારા આતંકવાદીઓને ભારત મોકલવાનો પ્રયાસ

પાકિસ્તાનના નવા નાપાક ષડયંત્રનો પર્દાફાશ થયો છે.આસ્થાનું પ્રતિક ગણાતા કરતારપુર કોરિડોર દ્વારા પાકિસ્તાન હવે ઘુસણખોરીનું કાવતરું ઘડી રહ્યું છે

Top Stories India

નવા વર્ષમાં પાકિસ્તાનના નવા નાપાક ષડયંત્રનો પર્દાફાશ થયો છે.આસ્થાનું પ્રતિક ગણાતા કરતારપુર કોરિડોર દ્વારા પાકિસ્તાન હવે ઘુસણખોરીનું કાવતરું ઘડી રહ્યું છે.પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ લશ્કર હાઈકમાન્ડને કરતારપુર કોરિડોરમાંથી પાંચ આતંકવાદીઓને મોકલવા સૂચના આપી છે. આ આતંકવાદીઓને બે સપ્તાહની વિશેષ તાલીમ આપવામાં આવી છે. કરતારપુર કોરિડોરથી આતંકવાદીઓને ભારત મોકલવા માટે ISI તમામ દસ્તાવેજો અને સુવિધાઓ આપશે.

પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ આતંકવાદીઓને પંજાબના ગુરદાસપુર અને પઠાણકોટ જવાનો નિર્દેશ આપ્યો છે. પાકિસ્તાનનું કાવતરું છે કે આ બે જગ્યાએ મોટો આતંકી હુમલો કરવામાં આવે. પંજાબમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જ્યારે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીના આયોજનની સમીક્ષા કરી રહી છે. પાકિસ્તાનની આ નાપાક યોજનાને જોતા ગુપ્તચર એજન્સીઓએ પંજાબ અને કાશ્મીરના સુરક્ષા એકમોને સતર્ક રહેવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે  વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં 100 સફળ આતંકવાદ વિરોધી ઓપરેશનમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો દ્વારા 44 ટોચના આતંકવાદીઓ અને 20 વિદેશીઓ સહિત કુલ 182 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. 2021માં માર્યા ગયેલા 44 ટોચના આતંકવાદીઓમાંથી 26 લશ્કર-એ-તૈયબા (LeT), 10 જૈશ-એ-મોહમ્મદ (JeM)ના, સાત હિઝબુલ મુજાહિદ્દીન (HM)ના અને એક અલ-બદરનો વિદેશી હતો.