રવિવાર 09 જાન્યુઆરીએ ક્રિકેટ જગતમાં સૌથી વધુ ચર્ચામાં રહેલ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે સિડનીમાં રમાયેલી ચોથી ટેસ્ટ હતી. મેચનાં પાંચમા દિવસે જીતવા માટે 388 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા ઈંગ્લેન્ડ 101 ઓવરમાં 9 વિકેટનાં નુકસાન પર 270 રન બનાવી શક્યું હતું. ઓસ્ટ્રેલિયાનાં બોલરો જીત માટે છેલ્લી એક વિકેટ મેળવી શક્યા ન હોતા અને મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
આ પણ વાંચો – IND vs SA / ત્રીજી ટેસ્ટ મેચમાં રિષભ પંતની કોઇ જરૂર નથી, જાણો કોણે કહી આ વાત
મેચ ટાઈમાં સમાપ્ત થયા બાદ સોશિયલ મીડિયા પર મેચની જોરદાર ચર્ચા થઈ હતી અને ઓસ્ટ્રેલિયાની વિકેટ મેળવવા માટે ફિલ્ડિંગ પર વિવિધ પ્રકારનાં મીમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં કોલકાતા નાઈટ રાઈડર્સે એમએસ ધોનીની મજાક ઉડાવતા અને ગૌતમ ગંભીરની કેપ્ટનશીપનાં વખાણ કરતા ટ્વીટ કર્યા હતા. જેના પર ધોનીનાં ફેન્સ ગુસ્સાથી ભરાઇ ગયા હતા. CSK માં ધોનીનાં સાથી ખેલાડી રવિન્દ્ર જાડેજા મામલો વધુ ગરમ થતા મેદાનમાં કૂદી પડ્યા હતા. KKR એ ઈંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની ફિલ્ડિંગની સરખામણી કરતી તેમની ટીમની તસવીર શેર કરી. જેમાં પુણે સુપર જાયન્ટ્સ તરફથી બેટિંગ કરી રહેલ ધોનીને પિયુષ ચાવલાની બોલિંગ પર કોલકતાનાં ફિલ્ડર ઘેરીને ફિલ્ડિંગ કરતા નજરે ચઢી રહ્યા છે. KKRએ તેને માસ્ટરસ્ટ્રોક ગણાવ્યો હતો. KKRએ ટ્વીટ કર્યું, “એ સમયે જ્યારે આને ટેસ્ટ ક્રિકેટમાં ક્લાસિક મૂવ તરીકે વર્ણવામાં આવે છે, તે T20 માં માસ્ટર સ્ટ્રોકની યાદ અપાવે છે! આવી સ્થિતિમાં, જાડેજાએ આગેવાની લીધી અને KKRનાં માસ્ટર સ્ટ્રોકનાં દાવાને એક કપટ ગણાવી તેની મજાક ઉડાવી. જાડેજાએ KKRને જવાબ આપતા કહ્યું કે, આ કોઈ માસ્ટર સ્ટ્રોક નહોતો, તે માત્ર એક દેખાવ હતો!
https://twitter.com/imjadeja/status/1480142226307047425?s=20
આ પણ વાંચો – Ashes series / ઈંગ્લેન્ડ ટીમને ચોથી ટેસ્ટમાં જીવમાં જીવ આવ્યો, રોમાંચક મેચ થઇ ડ્રો
KKR દ્વારા શેર કરવામાં આવેલી તસવીર 2016 IPL સિઝનમાં KKR અને રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચની છે. આ મેચમાં KKRનાં કેપ્ટન ગૌતમ ગંભીરે એમએસ ધોનીનાં ડિફેન્સને ચકાસવા માટે ત્રણ ફિલ્ડરને ઑફ-સાઇડમાં અને એકને લેગ-સાઇડમાં મૂક્યા હતા. બોલ પિયુષ ચાવલાનાં હાથમાં હતો. 74નાં સ્કોર પર પૂણેની 4 વિકેટ, ઈરફાન પઠાણ 1 અને ધોની ખાતું ખોલાવ્યા વિના રમી રહ્યો હતો. ગંભીરે T20 ક્રિકેટમાં ઘણી વખત ધોનીનાં ડિફેન્સને ટેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના પહેલા તેણે 2015માં ધોની સામે કોલકાતામાં રમાયેલી મેચમાં આક્રમક ફિલ્ડિંગ લગાવી હતી. તેણે ચાર ફિલ્ડરોને નજીકમાં રાખ્યા હતા. આ પછી, વિજય હજારે ટ્રોફીમાં દિલ્હીની કેપ્ટનશીપ કરતી વખતે, ગંભીરે ઝારખંડ સામેની મેચમાં ધોની પર દબાણ બનાવવા માટે ચાર ફિલ્ડરોને તૈનાત કર્યા હતા.
