Not Set/ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના સંક્રમિત,હોમ આઇસોલેટ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,68,063 નવા કેસ નોંધાયા છે, જે પાછલા દિવસની સરખામણીએ 6.5% ઓછા છે

Top Stories India

ભારતના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના સંક્રમિત થયા છે, આ અંગેની માહિતી તેમણે ટ્વિટ દ્વારા આપી છે અને લોકોને અપીલ કરી છે કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે સત્વરે કોરોના રિપોર્ટ કઢાવી લે,હું હાલ હોમ ઓઇસોલેટ થયો છું.કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી કોરોના સંક્રમિત થયા છે. તપાસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારથી તેમણે પોતાને આઈસોલેટ કરી લીધા છે. 64 વર્ષીય બીજેપી નેતાએ મંગળવારે ટ્વિટર દ્વારા આ માહિતી આપી હતી. ગડકરી હાલમાં કોરોના વાયરસના હળવા લક્ષણોનો અનુભવ કરી રહ્યા છે.

દેશમાં કોરોનાના કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે.ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,68,063 નવા કેસ નોંધાયા છે, જે પાછલા દિવસની સરખામણીએ 6.5% ઓછા છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મંગળવારે દર્શાવે છે. આનાથી કુલ કેસ  3,58,75,790 નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 277 જેટલાં મૃત્યુ નોંધાયા છે, જેમાં કુલ નોંધાયેલા મૃત્યુની સંખ્યા વધીને 4,84,213 થઈ ગઈ છે.