રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી રોજબરોજ કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. વધતા સંક્રમણના પગલે અનેક ગામ અને શહેરમાં સ્વૈચ્છિક રીતે આંશિક લોકડાઉન પણ લાગુ કરવામા આવી રહ્યું છે. તો બીજી તરફ રાજ્યના દ્વારકાના જગતમંદિર સહિત મોટાભાગના મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવાની જાહેરાત કરી દેવામા આવી છે.
આ પણ વાંચો:Virat Kohli Captaincy Resign / વિરાટની કેપ્ટનશીપ છોડ્યા બાદ અનુષ્કા ભાવુક થઈને જાણો શું કહ્યું ?
દેવભૂમિ દ્વારકામાં શ્રી દ્વારકાધીશ મંદિર અગામી 17 જાન્યુઆરી થી 23 જાન્યુઆરી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના કેસો સતત વધતા જતા હોઈ યાત્રિકોની અવરજવર પણ વધારે રહેવાની સંભાવના વચ્ચે સંક્રમણ વધે નહીં તે માટે દ્વારકાધીશ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાંનું સંક્રમણ વધતા આ નિર્ણય લેવાયો છે કલેકટરના અધ્યક્ષ સ્થાને દેવસ્થાન સમિતિ દ્વારા આ નિર્ણય લેવાયો છે. સોમવારથી જ મંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરી દેવાશે.
આ પણ વાંચો:Amreli / બાબરાના સુખપુરમાં કર ઉતારવા અંધશ્રદ્ધા 6 પશુબલિ માંડવામાં પોલીસ અને વિજ્ઞાન જથ્થા ત્રાટકયા…
આગામી 17 જાન્યુઆરી થી 23 જાન્યુઆરી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર બંધ કરવાનો નિર્ણય લેવાયો હોઈ ભક્તો દ્વારકાધીશના દર્શન વેબસાઈટ મારફતે કરી શકશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાના કેસો સતત વધવા લાગ્યા હોઈ સંક્રમણ વધે નહીં તે માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
