વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતવામાં નિષ્ફળ ગયાનાં બીજા દિવસે શનિવારે ટેસ્ટ કેપ્ટન પદ છોડવાનો મોટો નિર્ણય લીધો હતો. કોહલીનાં આ નિર્ણયથી દુનિયાભરનાં તેના ચાહકો દંગ રહી ગયા હતા. વિરાટે પ્રથમ વખત 2014માં ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું અને તેની છેલ્લી ટેસ્ટ કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલ હતી, જેમાં ભારત સાત વિકેટથી હારી ગયું હતું.
આ પણ વાંચો – ઠંડીનો ચમકારો / રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું યથાવત, આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી
વિરાટની કેપ્ટનશિપની સૌથી મોટી ક્ષણોમાં ઓસ્ટ્રેલિયામાં સતત બે પ્રવાસમાં શ્રેણી જીતવી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું અને ઈંગ્લેન્ડમાં શ્રેણી જીતવાની નજીક આવવું સામેલ છે. તેણે છેલ્લા કેટલાક મહિનામાં T20 ટીમ, IPL ટીમ અને હવે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે, જ્યારે ODI ટીમની કેપ્ટન્સીમાંથી તેને હટાવી દેવામાં આવ્યો હતો. BCCI એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં કોહલીનાં નેતૃત્વમાં ભારતીય ટીમે તેના ટેસ્ટ કાર્યકાળ દરમિયાન કરેલી સિદ્ધિઓ દર્શાવે છે. BCCI એ ટ્વીટ શેર કરી અને લખ્યું, “હિંમત અને નિર્ભયતા સાથે ટીમ ઈન્ડિયાને માર્ગદર્શન આપ્યું. ટીમને ઐતિહાસિક જીત અપાવી. ચાલો આપણે ભારતનાં ટેસ્ટ કેપ્ટન તરીકે કોહલીનાં કાર્યકાળની કેટલીક શ્રેષ્ઠ ક્ષણોને યાદ કરીએ.” વિરાટે તાત્કાલિક અસરથી કેપ્ટનશિપ છોડી દેવાનો નિર્ણય કર્યો. વિરાટે ઘોષણા કરતા કહ્યું કે, “બધું કોઈને કોઇ સમયે બંધ થવું જ જોઈએ અને મારા માટે ભારતનાં ટેસ્ટ કેપ્ટન તરીકે પદ છોડવાનો આ યોગ્ય સમય છે.” તેણે આ માટે BCCI, ખેલાડીઓ, રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફનો આભાર માન્યો હતો. આ સિવાય તેણે મહેન્દ્ર સિંહ ધોનીનો આભાર માન્યો હતો, જેમની 2014-15માં ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સીરીઝમાં કેપ્ટનશિપ છોડ્યા બાદ વિરાટને કેપ્ટનશિપ આપવામાં આવી હતી. BCCI એ પણ ‘સૌથી સફળ કેપ્ટન’ને તેની કેપ્ટનશિપ કારકિર્દી પર અભિનંદન આપતા ટ્વીટ કર્યું છે.
https://twitter.com/BCCI/status/1483079423838781440?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1483079423838781440%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fcricket%2Fstory-captain-virat-kohli-top-moments-in-tests-bcci-share-finest-moments-from-kohli-tenure-as-india-test-captain-5598636.html
આ પણ વાંચો – Ashes series / ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ખરાબ પ્રદર્શન બાદ ઈંગ્લેન્ડનાં આ ખેલાડીનું ખતમ થઇ શકે છે કેરિયર
નોંધનીય છે કે કોહલીએ 68 ટેસ્ટ મેચોમાં કેપ્ટનશિપ કરી હતી, જેમાં તેને 40માં જીત અને 17માં હારનો સામનો કરવો પડ્યો હતો. તે ભારતનાં સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે, જ્યારે તેનું નામ 40 થી વધુ ટેસ્ટ જીતનાર વિશ્વનાં ચાર સૌથી સફળ કેપ્ટનોમાં પણ સામેલ છે. અન્ય ત્રણ કેપ્ટન સ્ટીવ વો, રિકી પોન્ટિંગ અને ગ્રીમ સ્મિથ છે.
